ગુજરાત
News of Friday, 23rd September 2022

સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો રાજપીપળા હરસિધ્ધિ મંદિરે તલવાર મહાઆરતી કરશે

તારીખ ૧/૧૦/૨૦૨૨ ના રોજ સાંજે હરસિધ્ધિ માતાજી મંદિરના પટાંગણમાં ૨૨૫ રાજપુત યુવાનો તલવારબાજી કરી માં હરસિધ્ધિની મહાઆરતી કરશે:મહારાણા રઘુવીરસિંહજી ગોહિલ તથા રાજવી પરિવાર તલવાર મહાઆરતીમાં ઉપસ્થિત રહેશે.

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપળા નાં પ્રસિધ્ધ હરસિધ્ધિ માતાજીના મંદિરે છઠ્ઠા નોરતે તારીખ ૦૧/૧૦/૨૦૨૨ ના રોજ ૨૨૫ રાજપુત યુવાનો હરસિધ્ધિ માતાજીની તલવાર મહાઆરતી કરશે.
સમસ્ત રાજપૂત સમાજ ગુજરાત દ્વારા આ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા સહિત વડોદરા, સુરત,લુણાવાડા, ભરૂચ, વાલિયા, છોટાઉદેપુર, કરજણ, પાદરાના ૨૨૫ રાજપૂત યુવાનો તલવારબાજીના દિલધડક કરતબ કરી માં હરસિધ્ધિની અર્ચના કરશે.    તલવાર મહા આરતીમાં રાજપૂત યુવાનો દ્વારા ૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ તથા ડમરું ની આકૃતિ બનાવી તલવાર મહાઆરતી કરવામાં આવશે.રાજપીપળા સ્થિત હરસિધ્ધિ માતાજી ના મંદિરે તારીખ ૦૧/૧૦/૨૦૨૨ના રોજ સમસ્ત રાજપુત સમાજ ગુજરાતના ૫૦૦ થી વધુ રાજપુત યુવાનો સાંજે ૪:૦૦ કલાકે રાજવંત પેલેસ થી શોભા યાત્રા કાઢી હરસિધ્ધિ માતાજીના મંદિરે પહોંચશે ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે ૨૨૫ રાજપૂત યુવાનો તલવાર મહાઆરતી કરશે. તલવાર મહાઆરતીમાં મહારાણા રઘુવીરસિંહજી ગોહિલ તથા રાજવી પરિવાર ઉપસ્થિત રહેશે

(10:16 pm IST)