ગુજરાત
News of Friday, 23rd September 2022

જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા દ્વારા સેવા સપ્તાહની શરૂઆતમાં અનેક કાર્યક્રમો યોજાયા

 (ભરત શાહ દ્વારા) રાજપીપળા : જાયન્ટસ્ ગ્રુપ ના સ્થાપક પદ્મશ્રી નાના ચુડાસમાની જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારત માં તા- 17 સપ્ટેમ્બરથી તા-23 સપ્ટેમ્બર સુધી સેવા સપ્તાહની ઉજવણી થાય છે ત્યારે જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપળા દ્વારા પણ સેવા સપ્તાહની શરૂઆત તા -17 સપ્ટેમ્બર ના રોજ રાજપીપળા ધાબા ગ્રાઉન્ડ ખાતેથી કરવામાં આવી જેમાં ચિલ્ડ્રન હોમ ના બાળકો માટે વિવિધ રમતોની હરીફાઈ યોજવામાં આવી અને તમામ ૨૯ બાળકો ને બિસ્કીટ  .મહેશભાઈ દલાલ તરફથી અને તમામ બાળકો ને પ્રોત્સાહન ઈનામ ફાલ્ગુનીબેન ભાવસાર અને મંત્રી મનોજકુમાર જેતલપુરીયા તરફથી આપવામાં આવ્યા કાર્યક્રમમાં જાયન્ટ્સ પ્રમુખ રૂપલબેન દોશી,ફેડરેશન 3એ ના ડાયરેક્ટર દત્તાબેન ગાંધી, મહેશચંદ્ર દલાલ,ચંદ્રેશભાઇ મઢીવાળા,જતીનભાઈ મઢીવાળા,મનોજભાઈ જેતલપુરીયા ,હરીવદન ગજ્જર,નમિતાબેન મકવાણા, જયેશભાઇ દોશી ,ચિલ્ડ્રન હોમ ના સુપ્રિટેન્ડેન્ટ ધ્રુમિલ દોશી તથા ડીસીપીયુ નો કર્મચારી ગણ ઉપસ્થિત રહ્યા  હતા અને બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું,બાળકોએ વિસરાતી રમતો કોથળા દોડ,સંગીત ખુરસી,લીંબુચમચીને જીવન્ત કરી હતી.       
સેવા સપ્તાહ ના બીજા દિવસે  જાયન્ટસ ગ્રૂપ ઓફ રાજપીપળા દ્વારા  રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ફળોનું વિતરણ જાયન્ટ્સ ફાલ્ગુનીબેન ભાવસારના સૌજન્યથી કરાયું હતું આ પ્રસન્ગે સાંસદ મનસુખભાઈ વસાવાએ પણ હાજર રહી જાયન્ટ્સ ગ્રુપના આ કાર્ય ને બિરદાવ્યું હતું.સાથેજ દર્દી ના 100 જેટલા સગા ને પૌષ્ટિક ભોજન પીરસાયું હતું રાજપીપલાની સિવિલ હોસ્પિટલમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાજપીપલા અને ઈશ્વરના સેવકો સંયોજક -યુએસએ નિવાસી-શૈલેષ પરીખ અને રીટા પરીખ તથા રાજપીપળાના સહ સંયોજક રૂપલબેન દોશી દ્વારા દાખલ 100 જેટલા દર્દીઓના સગાને પૌષ્ટિક ભોજન આપી જમાડવાની શરૂઆત કરાઈ છે. સિવિલ હોસ્પિટલ રાજપીપળાના સિવિલ સર્જન ડો.જ્યોતિબેન ગુપ્તાએ અપીલ કરી છે કે, આ સંસ્થાની જેમજ અન્ય સંસ્થાઓ પણ આગળ આવે તો સિવિલ હોસ્પિટલમાં દર્દીના સગાને મફત પૌષ્ટિક ભોજન આપી શકાય અને દર્દીઓ પુરેપુરી સારવાર લેતા થાય તેવા પ્રયત્નો આદરવા જોઈએ.
આ કાર્યક્રમમાં  જાયન્ટ્સ પ્રમુખ રૂપલબેન દોશી,ફેડરેશન 3એના ડાયરેક્ટર દત્તાબેન ગાંધી, ફાલ્ગુનીબેન ભાવસાર,મહેશચંદ્ર દલાલ,ચંદ્રેશભાઇ મઢીવાળા, જતીન ભાઈ મઢીવાળા, હરીવદન  ગજ્જર,નમિતાબેન મકવાણા, જયેશભાઇ દોશી ઉપસ્થિત રહ્યા હતા

સેવા સપ્તાહ ના ત્રીજા  દિવસે  મોટા પિપરિયા ખાતે જા.જતીનભાઈ મઢીવાળાના સૌજન્ય થી વડીલોને સાંજ નું ભોજન નિશાબેન સોની તરફથી મીઠાઈ આપવામાં આવી સાથેજ જતીનભાઈ તરફથી તમામ વડીલો ને બામ અને આ વડીલોના રૂમ માટે સિલીંગ ફેન આપવામાં આવ્યા તથા દત્તા બેન દ્વારા તમામ વડીલ માતાઓને સાડી વિતરણ કરાઇ હતી આમ સેવા સપ્તાહ નો ત્રીજો દિવસ ખુબજ સેવાકીય રહ્યો હતો

આ કાર્યક્રમમાં જાયન્ટ્સ પ્રમુખ રૂપલબેન દોશી,ફેડરેશન 3એ ના ડાયરેક્ટર દત્તાબેન ગાંધી, ચંદ્રેશભાઇ મઢીવાળા,જતીનભાઈ મઢીવાળા, કૃતિબેન મઢીવાળા ,ડો.સ્વેજલ ગાંધી, નિશાબેન સોની ,મનોજભાઈ જેતલપુરીયા,હરીવદન ગજ્જર,જયેશભાઇ દોશી ઉપસ્થિત રહ્યા  હતા સેવા સપ્તાહના આગળના દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમોમાં સેવાકીય પ્રવૃત્તિને આગળ ધપાવવામાં આવી રહી છે.

(10:21 pm IST)