ગુજરાત
News of Friday, 23rd September 2022

જિલ્લાના NHM / RCH કરાર આધારીત કર્મચારીએ પડતર પ્રશ્નો બાબતે કલેકટરને આવેદનપત્ર આપ્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નેશનલ હેલ્થ મિશનના કરાર આધારીત કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબત આજરોજ નર્મદા જિલ્લા કલેકટરને આવેદન આપી રજૂઆત કરી છે
આવેદનમાં જણાવ્યા મુજબ નેશનલ હેલ્થ મિશન હેઠળ ૧૧ માસના કરારથી નર્મદા જિલ્લા સહિત ગુજરાત રાજયમાં વિવિધ હોદ્દાઓ પર અંદાજે ૨૦ હજાર કરતાં પણ વધારે કર્મચારીઓ પ્રામાણિક્તા,ખંત,નિષ્ઠા અને નૈતિકતાથી પોતાની ફરજ બજાવી રહ્યા છે. આ તમામ કર્મચારીઓના પ્રશ્નો વર્ષ ૨૦૧૮ થી પડતર છે જેનું સત્વરે નિરાકરણ લાવવા જણાવ્યું છે.
તેમના પડતર પ્રશ્નોમાં..1. કરાર આધારીત કામ કરતા કર્મચારીઓને કાયમી નિમણૂંક આપવી અથવા કોન્ટ્રાકટ કર્મચારીઓને ૫૮ વર્ષ સુધી નોકરીની બાંહેધરી આપી જોબ સિકયોરીટી આપવી . ( ૪ - રાજ્યો મણીપુર , જમ્મુ કાશ્મીર , દીલ્હી , પંજાબમા કાયમી કરેલ છે . )
2. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીના મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને આર્થિક સહાય રૂપે ફક્ત રૂ . ૨ લાખ સહાય આપવામાં આવે છે . જેનાથી તેમના કુંટુંબીજનોનું જીવન પર્યંત નિર્વાહ થઈ શકે તેમ ન હોય આ મર્યાદા વધારી રૂ.૧૪ લાખ કરવા વિનંતી છે . ૩. સમાન કામ સમાન વેતનની નીતિ ની અમલવારી વર્ગ -૩ અને વર્ગ -૨ ના અધિકારી / કર્મચારીઓનો બેઝિક પે નક્કી કરી જુના કર્મચારીઓને સીન્યોરીટી સ્લેબ વાઇજનો લાભ આપવા વિનંતી છે . 4. નેશનલ હેલ્થ મિશનના કર્મચારીઓને કરાર રિન્યૂ વખતે બેઝિક પે પર ફક્ત ૫ % ઇક્રીમેન્ટ મળતું હોય અન્ય કોઈ સરકારી ભથ્થા મળતા નથી આથી તમામ કર્મચારીઓઓને ૧૫ % ઈક્રીમેન્ટ તેમજ નિયમિત કર્મચારીઓની જેમ સરકાર દ્વારા આપવામાં આવતા અન્ય તમામ ભથ્થા મળે તે અંગે સરકારમાં રજૂઆત કરવા સહિતના અન્ય મુદ્દાઓ બાબતે રજૂઆત કરવામાં આવી છે

(10:27 pm IST)