News of Friday, 23rd September 2022
મધ્ય ગુજરાતમાં છોટા ઉદેપુર, નર્મદા, અને ડાંગમાં વરસાદી ઝાપટા પડશે
હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી
અમદાવાદ : મધ્ય ગુજરાતના છોટા ઉદેપુરમાં મહતમ તાપમાન 28 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રી રહેશે. તેમજ અહી હળવાથી ભારે ઝાપટા પડવાની આગાહી કરવામાં આવી છે. ડાંગમાં પણ વરસાદી ઝાપટાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે અને મહત્તમ તાપમાન 25 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી રહેશે. તો બફારાનું પ્રમાણ 92 ટકા જેટલું રહેશે. નર્મદા જિલ્લામાં છૂટાછવાયા અને ભારે વરસાદી ઝાપટા પડી શકે છે. મહત્તમ તાપમાન 29 ડિગ્રી અને ન્યૂનતમ તાપમાન 26 ડિગ્રી રહેશે
(6:58 pm IST)