ગુજરાત
News of Friday, 23rd September 2022

શક્તિપીઠ અંબાજીમાં નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ

ઘટસ્થાપન સોમવારે સવારે 9.00થી 10.30 કલાક સુધીમાં કરાશે : દુર્ગાષ્ટમી અને આસો માસની પૂનમના રોજ સવારની આરતી 6.00 કલાકે થશે

અંબાજી :  નવરાત્રી મહોત્સવના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જેના નામે વિશ્વભરમાં ગરબા રમાય છે તેવી માં અંબાના મૂળ સ્થાન શક્તિપીઠ અંબાજી ખાતે નવરાત્રી મહોત્સવને લઈ તૈયારીઓ શરુ કરી દેવાઈ છે તારીખ 26 સપ્ટેમ્બરથી માં અંબાનો ચાચર ચોક ખૈલેયાઓથી ઉભરાશે

  નવરાત્રીના પ્રથમ દિવસે નીજ મંદિરમાં ઘટ સ્થાપના કરી નવરાત્રીનુ પ્રારંભ થનાર છે જેમાં ઘટસ્થાપન આસો સુદ એકમના 26 સપ્ટેમ્બર સોમવારના સવારે 9.00થી 10.30 કલાક સુધીમાં કરવામાં આવશે, જ્યારે દુર્ગાષ્ટમી અને આસો માસની પૂનમના રોજ સવારની આરતી 6.00 કલાકે થશે જ્યારે નવરાત્રીથી અંબાજી મંદિરમાં પણ દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવેલ છે.

(7:33 pm IST)