વડોદરા:એન.આર.આઈ પતિએ અમેરિકામાં ફેક્ટરી શરૂ કરવા પત્ની પાસે 80લાખની માંગણી કરી ત્રાસ ગુજારતા પોલીસ ફરિયાદ
વડોદરા: શહેરમાં એન.આર.આઈ. પતિએ અમેરિકામાં નવી ફેકટરી શરૃ કરવા માટે પત્નીને ૮૦ લાખ રૃપિયા પિયરમાંથી લઈ આવવા માટે ત્રાસ આપવાનું શરૃ કર્યું હતુ. પતિ અને અન્ય સાસરિયાના ત્રાસથી કંટાળીને છેવટે પરિણીતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કલાલી રોડ એટ્રીક્સ બંગ્લોઝમાં રહેતી સાયલી નામની યુવતી ઓલસ્ટ્રીપ્ટ એસ.એસ.સી. કંપનીમાં એનાલિસ્ટ તરીકે નોકરી કરે છે. સાયલીએ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, લગ્ન માટે યોગ્ય પાત્ર મેળવવા માટે મેં શાદી ડોટ કોમ પર મારો બાયોડેટા પોસ્ટ કર્યો હતો. મારો બાયોડેટા વૈભવ દિપકરાવ ટાળકરને પસંદ પડતાં અમારા બંનેના પરિવાર વચ્ચે વાતચીત થઈ હતી. સાસુ- સસરા અને પતિના ત્રાસથી હું પિયરમાં આવી ગઈ હતી. મારા સસરાએ મારા પિતાને ધમકી આપી હતી કે મારા સગા રાજકીય રીતે ઊંચા હોદ્દા પરછે તમને ખોટા કેસમાં ફસાવી દઈશું. મેં કોર્ટમાં કેસ કરતાં મારા સસરાએ મને ધમકી આપી હતી કે એમ.પી.માં સોપારી લેવા વાળા ઘણા લોકો છે હું તારા વિરૃધ્ધ કોર્ટ કેસ કરી તારી સોપારી આપી પિકચર પૂરૃં કરી શકુ છું.માંજલપુર પોલીસે પરિણીતાની ફરિયાદનાં આધારે પતિ વૈભવ, સાસુ સાધના, સસરા દિપક અને જેઠ વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.