વડોદરામાં રાત્રી કર્ફ્યુ દરમ્યાન ગર્લફ્રેન્ડ સાથે ફરવા જવું યુવકને ભારે પડ્યું: બે અલગ અલગ ગુના દાખલ
વડોદરા: શહેરમાં રાત્રે દારૃનો નશો કરીને કારમાં ગર્લફ્રેન્ડ સાથે ફરવા નીકળેલા યુવાનને લક્ષ્મીપુરા પોલીસે ઝડપી પાડયો હતો. આરોપી સામે કરફ્યૂભંગ અને નશામાં કાર ચલાવવાના અલગ અલગ બે ગુના દાખલ કરવામાં આવ્યા છે.
કરફૂયનો કડક અમલ કરાવવા માટે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગતરાત્રે એ વિસ્તારમાં ચેકિંગમાં હતો. તે વખતે વુડા ચાર રસ્તા પાસે એક કાર વાંકીચુકી આવતી હોઇ પોલીસે કાર અટકાવી હતી. કારમાં તપાસ કરતા કાર ચલાવતો મોહનસીંગ રણવીરસીંગ શેખાવત (રહે. અમરનાથ ટેનામેન્ટ કરોડિયા બાજવા રોડ) દારૃના નશામાં હોવાનું જણાઇ આવ્યું હતું, અને તેની સાથે તેની ફ્રેન્ડ હેતલ કમલેશભાઇ પરમાર (રહે. અમૃતનગર સમતા) પણ બેઠી હતી. કરફ્યુ શરૃ થયા પછી બહાર નીકળવાનું વ્યાજબી કારણ તેઓ પોલીસ સમક્ષ રજૂ નહી કરી શકતા પોલીસે બંન્નેની સામે જાહેરનામાભંગનો ગુનો દાખલ કર્યો હતો.