ગુજરાત
News of Monday, 23rd November 2020

નાંદોદના ગોપાલપુરા ગામના ખેડૂતના ખેતરમાં ચમત્કારિક કેળાની લૂમ જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :નર્મદાના નાંદોદ તાલુકાના ગોપાલપુરા ગામના એક ખેડૂત નરેન્દ્રસિંહ હિમંતસિંહ ગોહિલના ખેતરમાં એક કેળના છોડમાં બે લૂમ નિકળતા તેને જોવા લોકોમાં ભારે કુતુહલ જાગ્યું હતું.સ્થાનિક ખેડૂતોના મતે આવો કિસ્સો ભાગ્યેજ જોવા મળતો હોય છે કેમકે આમ જોવા જઈએ તો એક છોડમાં એકજ લૂમ આવતો હોય છે પરંતુ હાલ આ કિસ્સામાં કુદરતી બે લૂમ જોવા મળતા એક ચમત્કાર ગણી શકાય, માટે જો આવા ચમત્કારિક છોડનું સંશોધન કરવામાં આવે તો કેળની ખેતીમાં એક નવી ક્રાંતિ આવી શકે તેમ છે.અને જો આમ છોડ ઉપર બે લૂમ થશે તો ખેડૂતનું ઉત્પાદન વધશે અને આવક પણ બમણી થશે.જેમાં ખાસ જોઈએ તો ઓછી જમીન ધરાવતા ખેડૂતો માટે આ બાબત ઘણી ફાયદાકારક સાબિત થઈ શકે તેમ હોય માટે આ બાબતે જો લાગતા વળગતા ખાતા દ્વારા સંશોધન કરવામાં આવે તો એ ધરતીપુત્રો માટે જરૂર ફાયદાકારક સાબિત રહેશે.

(12:33 am IST)