ડેડીયાપાડા મોવી સ્ટેડ હાઇવે પર કંટેનર ચાલકે ઇકો ગાડી સાથે અકસ્માત કરતા 07 ને ઇજાઓ પહોંચાડી
(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા મોવી હાઇવે માર્ગ ઉપર એક કન્ટેઇનર ચાલકે ઇકો ગાડી સાથે અકસ્માત કરી સાત લોકોને ઇજાઓ કરી નાશી જતા ડેડીયાપાડા પોલીસમાં ફરીયાદ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર છીતુભાઇ રતનભાઇ રોહિત,રહે, સોલિયા દવાખાના ફળિયુ તા,ડેડીયાપાડાની ફરીયાદ મુજબ હાઇવે માર્ગ પર એક કંટેનર નંબર GJ-14-W- 2827 ના ચાલક ભુવન કુમાર ઉર્ફે મોનુ પ્રભુ રાય (યાદવ) રહે.મીરજાપુર (બીહાર) એ છીતુંભાઈની ઇકો ગાડી નંબર GJ-22-H-6248 ને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ઓવરટેઇક કરી ઇકો ગાડીને અથાડી અર્ધ પલ્ટી ખવડાવી શરીરે મુઢ ઇજાઓ પહોચાડી તથા ઇકો ગાડીમા બેસેલ પેસેન્જરમાં દિનેશભાઇ રામસિંગભાઇ વસાવા, સંદિપભાઇ રતિલાલભાઇ વસાવા,રામજીભાઇ કરમા ભાઇ વસાવા,વિનોદભાઇ ઉક્કડભાઇ વસાવા, સુરેશભાઇ ભરતભાઇ વસાવા,નિતેશભાઇ કરમસિંગભાઇ વસાવા, વિવેકભાઇ ભરતભાઇ વસાવાનાઓને શરીરે ઇજાઓ પહોચાડી પોતાના કબ્જામાનુ કંટેનર લઇ નાસી જઈ ગુનો કરતા ડેડીયાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.