ગુજરાત
News of Tuesday, 23rd November 2021

તિલકવાડાના પહાડ ગામમાં બાબરીના પ્રસંગમાં ફટાકડા ફોડવા બાબતે થયેલી મારામારીમાં ચાર લોકોને ઇજાઓ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલા પહાડ ગામમાં નજીવી બાબતે માથાકૂટ થતા પોલીસ ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી અનુસાર ધર્મેશભાઈ અરવિંદભાઈ બારીયા(રહે.પહાડ)એ આપેલી ફરિયાદ મુજબ જશુભા સરદારખા રાઠોડના ઘરે બાબરીનો પ્રસંગ હોઇ જેથી તેમણે વરધોડો કાઢ્યો હતો અને વરઘોડામાં ફટાકડા ફોડતા હોય જેથી ધર્મેશભાઈ ના કાકા ભયલાલભાઇ ચીમનભાઇ બારીયાએ જણાવેલ કે,અહીંયા ટેમ્પામાં કપાસ ભરેલ છે અને બાજુમાં ઘાસ પડેલ છે જેથી અહીંયા ફટાકડા ફોડશો નહીં તેમ કહેતા હારુનખા શબ્બીરખા રાઠોડ,તૌસીફખા શબ્બીરખા રાઠૉડ, રહીમખા રસુલખા રાઠૉડ,અનવરખાનો છોકરો જેના નામની ખબર નથી આ ચારેય રહે.પહાડનાઓ ભયલાલભાઇ સાથે ગાળો બોલી ઝપાઝપી કરતા ધર્મેશભાઈ તથા  ભયલાલ ભાઇ તિલકવાડા જતા હતા ત્યારે ભુતમામાના મંદિર પાસે તેમને કહેલ કે,તુ કેમ અમારી સામે બોલે છે તેમ કહી પટ્ટા વડે મારમારી તેમજ તેમને છોડાવવા પડેલા ધર્મેશભાઈ, અરવિંદભાઇ ભયલાલ બારીયા,વિજયભાઇ જશવંત ભાઇ બારીયા તથા વિજયભાઇ બકોરભાઇ બારીયાને પણ ઢીકાપાટુનો મારમારી સાધારણ ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી ગુનો કરતા તિલકવાડા પોલીસે ચાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:14 pm IST)