ગુજરાત
News of Tuesday, 23rd November 2021

અમદાવાદમાં એસ્ટ્રલ કંપની અને રત્નમણી મેટલ્સ ઉંપર આયકર દરોડા : ૪૪ સ્થળોએ તપાસનો ધમધમાટ

અમદાવાદ - દિલ્હી - મુંબઇ સહિતના સ્થળોએ કાર્યવાહી : ૧૫૦થી વધુ અધિકારીઓ તપાસમાં જોડાયા

 

રાજકોટ તા. ૨૩ : આજ સવારથી અમદાવાદમાં ટોચની બે કંપની ઉંપર આવકવેરા વિભાગે દરોડાની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ - મુંબઇ સહિત ૪૦ સ્થળોએ ૧૫૦થી વધુ આયકર અધિકારીઓ તપાસ હાથ ધરી છે.

અમદાવાદમાં ઇન્કમ ટેક્સ વિભાગે કંપનીઓ સામે લાલ આંખ કરી છે અને બિનહિસાબી મિલકત તેમજ બિનહિસાબી વ્યવહારો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદની મોટી કંપનીઓમાં આઇટી વિભાગના દરોડા પાડવામાં આવી રહ્યા છે. ત્યારે આજે સવારે અમદાવાદમાં ૨૫ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ખ્લ્વ્ય્ખ્ન્ અને રત્નમણિ મેટલ્સ પર ત્વ્ વિભાગે દરોડા પાડ્યાં છે. આજે વહેલી સવારથી આ જ બે નામાંકિત ગ્રુપો પર અધિકારીઓએ સપાટો બોલાવ્યો છે. કુલ ૪૦ જગ્યાઓ આઇટી વિભાગ ત્રાટકયું છે.

અમદાવાદના સિંધુભવન રોડ પર આવેલ એસ્ટ્રોલ પાઇપની કોર્પોરેટ ઓફીસ પર આઇટી વિભાગે દરોડા પાડ્યા હતા. વહેલી સવારથી ઇન્કમટેક્સની ચાર ટિમ દ્વારા સર્ચ અને સર્વેની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

એસ્ટ્રલ પાઇપની અલગ અલગ ઓફિસ પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા છે અને બેનામી મિલકતોની માહિતી મેળવવા આઇટી વિભાગ મથામણ કરી રહી છે. જોકે મોટી મોટી કંપનીઓમાં આઇટી વિભાગના દરોડા પડવાને કારણે બીજી કંપનીઓમાં પણ ફફડાટ ફેલાયો છે ગુજરાત બહાર ૧૫ જગ્યાઓ પર સર્વે અને સર્ચ ચાલી રહ્યું છે. ઇન્કમટેક્ષનાં ૧૫૦થી વધુ અધિકારીઓ આ તપાસમાં જોડાયા છે. બંને કંપનીઓ સાથે સંકળાયેલા મોટા માથાઓને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યાં છે. આથી બની શકે કે, આ દરોડા દરમ્યાન ઘણાં મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી આશા સેવાઇ રહી છે.

(11:56 am IST)