ગુજરાત
News of Tuesday, 23rd November 2021

આઇ.આઇ.એફ.એલ ફાઇનાન્સ કંપનીના મેનેજર એન્ડ કંપની દ્વારા ૧ કરોડથી વધુ રકમનું સોનું બારોબર ગીરવે મૂકી દેવાયું: ૪ની ધરપકડ,૨ વોન્ટેડ

રિમાન્ડ દરમિયાન ચોંકાવનારા રહસ્ય પરથી પડદો હટશેઃ તપાસનીસ વડોદરા પીઆઇ કિરીટ લાઠિયા સાથે 'અકિલા'ની વાતચીત : પ્રજાના પરસેવાની કમાણીના નાણા ભેજાબાજો કોઈ રીતે ઓળવી ન જાય તે માટે પોલીસ કમિશનર શમશેરસિંઘ દ્વારા વણ લખ્યા નિયમ મુજબ આકરી કાર્યવાહી : એડી.પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા, ડીસીપી એલ. એ.ઝાલા, એસીપી જી ડિવિઝન પી.આર.રાઠોડના માર્ગદર્શનમાં તપાસનો ભારે ધમધમાટ

રાજકોટ તા.૨૩, વડોદરાનાં વારસિયા વિસ્તારમાં આવેલ આઈ.એફ. એફ. ગોલ્ડ ફાઇનાન્સ કંપનીમા જવાબદાર મેનેજર સહિતની ટોળકીને અટક કરી ૭ દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યા હોવાની બાબત 'અકિલા' સાથેની વાતચીતમાં જણાવેલ છે, વડોદરાનાં જાગૃત પોલીસ કમિશનર દ્વારા ગુનેગારો સાથે લોખંડી હાથે તથા સારા નાગરિકોની સુરક્ષા માટે પ્રાયોરિટી આપવાના વણ લખ્યા નિયમ મુજબ આ કાર્યવાહી કરવાના ભાગરૂપે આ પગલાંઓ લેવાયા છે.

આઇ.આઇ.એફ.એલ.ફાયનાન્સ કંપની લીમીટેડ વારસીયા બ્રાંચ ખાતે ઓડીટ દરમ્યાન ફાયનાન્સ કંપનીમાં મેનેજર તથા કર્મચારીઓ તથા તેના મળતીયાઓએ એકબીજાના મેળાપીપળામા ફાયનાન્સ કંપનીમાં કસ્ટમરોએ ગીરો મુકેલ સોનાના ઘરેણા કાઢી લઇ ડમી ગ્રાહકો ઉભા કરી નવી લોન મેળવી તેમજ તેના મળતીયાઓને ફાયનાન્સ કંપનીના સોનાના ઘરેણા બારોબાર ગીરવે મુકી નાણા મેળવી તેમજ ખોટા દાગીના મુકી એકબીજા સાથે મળી કંપનીને કુલ્લે સોનાના ઘરેણા ૩૦૫૨.૧૨ ગ્રામ જેની માર્કેટ વેલ્યુ કિ.રૂ.૧,૨૯,૦૪,૩૬૮-નુ નુકશાન પહોચાડેલ જે બાબતે ફાયનાન્સ કંપની તરફથી કાયદેસર કાર્યવાહી થવા સારૂ ફરિયાદ આપતા ગણતરીના સમયમા આઇ.આઇ.એફ.એલ. ફાયનાન્સ કંપનીના વારસીયા બ્રાન્ચના મેનેજર કિરણ D/O ગોપીચંદ પુરષવાણી તથા ડભોઇ બ્રાન્ચના બ્રાંચ મેનેજર વિશાલ પરેશભાઇ ઓડ તથા તેઓના મળતીયા વિકાસ પંકજભાઇ ઝીંઝુવાડીયા (રાધીકા જ્વેલર્સના માલીક) તથા રમેશ હોતચંદ શીતલાણી નાઓએ ગુનાના કામે અટક કરી કોર્ટમા રજુ કરતા તા.૩૦/૧૧/ર૦ર૧ સુધી પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.તથા અન્ય ત્રણ વોન્ટેડ આરોપીઓની થોધખોળ હાથ ધરવામા આવેલ છે.

આરોપીઓઃ-૧) વારસીયા બ્રાંચના, બ્રાંચમેનેજર કિરણ ગોપીચંદ પુરૂષવાણી રહે.ટી-ર૯, મ.નં.૪૪૬, સંતકવર કોલોની, કોટ વિસ્તાટ,વારસીયા વડોદરા શહેર (ર) ડભોઇ બ્રાંચના બ્રાંચ મેનેજર વિશાલ પરેશભાઇ ઓડ રહે. ગોસાઇ મહોલ્લો કાન્હા કોમ્પલેક્ષની બાજુમાં,ઝુલેલાલ મંદિરની સામે, વારસીયા વડોદરા શહેર (૩) વિકાશ પંકજભાઇ ઝીઝુવાડીયા (રાધિકા જ્વેલર્સ) રહે.૨૧ જલારામ પાર્ક સોસાયટી, સંગમ ચાર રસ્તા પાસે, વડોદરા શહેર(૪) રમેશ હોતયંદ શીતલાણી (ફાયનાન્સર) રહે.એ-ર૦,અરવિંદર્પા્ક સોસાયટી, શીવવાટીકા પાર્ટી પ્લોટની સામે,વારસીયા રીંગરોડ વડોદરા શહેર

 વોન્ટેડ આરોપીઓઃ (૧) વિકિતા  w/o રવિકુમાર કમલેશભાઇ ચોંહાણ રહે. હાલ.એ/૩૦૩ સોહમ રેસીડન્સી,માય સાનેન સ્કુલ પાસે, ખોડીયારનગર વડોદરા શહેર (ર) પ્રિયલ D/O મનસુખભાઇ ગોહીલ રહે.એમ.-૧/૩૦૪,વિજયનગર હરણી રોડ, વડોદરા શહેર 

ઉકત તમામ કાર્યવાહી માટે એડી.પોલીસ કમિશનર ચિરાગ કોરડીયા, ડીસીપી એલ. એ.ઝાલા, એસીપી પી.આર. રાઠોડના માર્ગ દર્શનમાં પીઆઇ કિરીટ લાઠિયા ટીમ દ્વારા કરવામાં આવી છે.

(11:56 am IST)