ગુજરાત
News of Tuesday, 23rd November 2021

હવામાન ખાતાનો વરતારો

ગુરૂવારથી ઠંડી વધશે : આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી

અમદાવાદ તા. ૨૩ : રાજયભરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો ઘેરાયા હતા અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે હવે બફારો વધ્યો છે. જેથી ઠંડીનું જોર સાવ ઘટી રહ્યું છે.

ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ગત બુધવારથી શુક્રવાર એમ ત્રણ દિવસ ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો અને હવે છેલ્લા બે ત્રણ દિવસથી ભર શિયાળે ઉનાળા જેવી સ્થિતિ બની ગઈ છે. પરંતુ તેમ છતાં આજે દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત સિવાય કયાંય વરસાદની આગાહી નથી.

રાજયના અન્ય વિસ્તારોમાં વાતાવરણ સુક્કું રહેશે.બે દિવસ બાદ રાજયમાં ઠંડીનું પ્રમાણ પણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હાલ તાપમાનમાં ૩દ્મક ૫ ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. હાલ હવામાં ભેજને લીધે લઘુત્તમ તાપમાન ઘટ્યું નથી. રાજયના મોટાભાગના શહેરોનું લઘુતમ અને મહત્તમ તાપમાન ઉંચકાયું છે. વરસાદના વિરામ બાદ રાજયમાં બફારો અને ઉકળાટ વધતા લોકો શિયાળામાં પણ પરસેવે રેબઝેબ થઈ ગયાં છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ સહિત રાજયના તમામ શહેરોનું તાપમાન ઉંચકાયું છે. સુરતમાં તો લધુત્ત્।મ તાપમાન ઉનાળાની સિઝનની માફક ૨૬ ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આ સિવાય ડીસાનું ૨૧.૫, વડોદરાનું ૨૨.૨, સુરતનું ૨૬.૪, ભુજનું ૨૦.૨, કંડલા પોર્ટનું ૨૨.૧, ઓખાનું ૨૪.૭, ભાવનગરનું ૨૪.૮, દ્વારકાનું ૨૨.૨, પોરબંદરનું ૨૩.૮, રાજકોટનું ૨૨.૩, વેરાવળનું ૨૫.૨, સુરેન્દ્રનગરનું ૨૩ જયારે અમદાવાદ સહિત અનેક શહેરોનું મહત્તમ તાપમાન પણ ૩૪ ડિગ્રીને પાર પહોંચી ગયું છે.

બીજી બાજુ રાજયભરના વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો ઘેરાયા હતા અને ભેજનું પ્રમાણ વધ્યું હતું. જેના કારણે હવે બફારો વધ્યો છે. જેથી ઠંડીનું જોર સાવ ઘટી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં લધુત્ત્।મ તાપમાન ૨૩.૧ ડિગ્રી નોંધાયું છે, જે સામાન્ય કરતા ૭.૪ ડિગ્રી વધુ નોધાયું છે. આ સિવાય દિવસનું મહત્તમ તાપમાન ૩૪.૨ ડિગ્રી નોધાયું છે જે પણ સામાન્ય કરતા અઢી ડિગ્રી વધુ નોંધાયું છે.(૨૧.૧૮)

કયાં કેટલી ઠંડી

શહેર        લઘુતમ તાપમાન

અમદાવાદ  ર૦.૭ ડિગ્રી

અમરેલી    ર૧.ર ડિગ્રી

વડોદરા     રર.ર ડિગ્રી

ભાવનગર   ર૩.૦ ડિગ્રી

જામનગર   ર૧ .પ ડિગ્રી

ભૂજ         ૧૯.૦ ડિગ્રી

ડીસા        ૧૭.૬ ડિગ્રી

દીવ         ર૩.૬ ડિગ્રી

દ્વારકા       ર૧.૬ ડિગ્રી

જુનાગઢ    ર૧.ર ડિગ્રી

કંડલા       ૧૮.૬ ડિગ્રી

નલીયા     ૧૩.૪ ડિગ્રી

ઓખા       ર૪.૦ ડિગ્રી

પાટણ       ૧૭.૬ ડિગ્રી

પોરબંદર    ર૧.૦ ડિગ્રી

રાજકોટ     ર૦.૭ ડિગ્રી

સાસણગીર ર૪.૭ ડિગ્રી

સુરત       રપ.પ ડિગ્રી

વેરાવળ     ર૪.૭ ડિગ્રી

(1:00 pm IST)