ગુજરાત
News of Tuesday, 23rd November 2021

વડોદરા:પત્નીએ મૃત બાળકને જન્મ આપતા સાસરિયાએ ત્રાસ ગુજારતા પરિણીતાએ પોલીસનો સહારો લીધો

વડોદરા: પત્નીની કૂખે જન્મેલા નવજાત શિશુનું મોત થયા પછી સાસરીવાળાએ પરિણીતાને તેડી જવાની ના  પાડી હતી.અને બે વખત તલાકની નોટિસ આપી હતી.ત્રાસથી કંટાળીને પરિણીતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વડસરરોડ પાસે આનંદનગરમાં રહેતી મુસ્કાન કરીમભાઇ વ્હોરાઅ માંજલપુર પોલીસને જણાવ્યું છે  કે, હાલમાં હું મારા પિતા સાથે રહું છું.મારા લગ્ન ગત તા.૧૨-૦૫-૨૦૧૮ ના  રોજ અલ્તાફ નબીજીભાઇ ઘાંચી (રહે.ડ્રીમ હાઇટ્સ તાંદલજા) સાથે થયા હતા.લગ્નના વીસ દિવસ સુધી મારા પતિએ મારી સાથે સારો વ્યવહાર કર્યો હતો.પરંતુ,ત્યારબાદ નાની બાબતોમાં મારી સાથે ઝઘડો શરૃ કર્યો હતો.મારી સાસુ શહેનાઝ,સસરા નબીજીભાઇ,બે નણંદ રૃબિના તથા પિનાઝ પણ મહેણા ટોણા મારીને જણાવતા  હતા કે,તું પિયરમાંથી રસોઇ અને ઘરકામ શીખીને આવી નથી.અમારે તને બધું શીખવાડવું પડશે.મારા સાસુ તેમના પગ દબાવવા માટે મારા પર દબાણ કરતા હતા.ઓગસ્ટ-૨૦૧૮ માં  હું ગર્ભવતી થઇ હતી.સાસરી વાળા મારી સાર સંભાળ  રાખવાના બદલે મને વધારે ત્રાસ આપતા હતા.મારી પાસે સખત  કામ કરાવતા હતા.અને વજન પણ ઉંચકાવતા હતા.મારા  પતિ મારી સાથે ઝઘડો કરી માર મારતા હતા.સગર્ભા અવસ્થા દરમિયાન મારી કાળજી લીધી નહતી.મને મારા પિયરમાં પણ વાત કરવા દેતા નહતા.સીમંત બાદ મેં એક બાળકને જન્મ આપ્યો હતો.જે બાળકનું  બે દિવસ  પછી અવસાન થયું હતું.મારા સાસરીવાળાએ મારા  માતા પિતાને કહ્યું હતું કે,અમારે તમારી દીકરી સાથે કોઇ લેવા દેવા નથી.અને ત્યારબાદ બે વખત તલાકની નોટિસ મોકલાવી હતી.

(5:57 pm IST)