ગુજરાત
News of Tuesday, 23rd November 2021

યુનિ.ના સ્થાપના દિને પુસ્તકોનું પ્રદર્શન યોજાયું

ગુજરાત યુનિ.નો સ્થાપના દિવસ

અમદાવાદ , તા. : ગૌરવશાળી ગુજરાત યુનિવર્સિટીના ૭૩મા સ્થાપના દિવસની ઉજવણીના ભાગ રૂપે કે.એસ સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટની છાત્રાઓ દ્વારા ગુજરાત યુનવર્સિટીના હેરિટેજ બિલ્ડિંગમાં ગુજરાત યુનવર્સિટી બિલ્ડિંગની આબેહૂબ પ્રતીક સમાન રંગોળી સતત સાત કલાકની મથામણ કરીને કરવામાં આવી હતી.

ગુજરાત યુનિવર્સિટીના મુખ્ય ગ્રંથાલય ખાતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. હિમાંશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી ગ્રંથપાલ ડો. યોગેશ પારેખ દ્વારા ગુજરત યુનિવર્સિટીના પ્રકાશન વિભાગ દ્વારા પ્રકાશિત અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન યોજાયું હતું. પુસ્તક તેમજ ફોટો પ્રદર્શનનું ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. જગદીશ ભાવસારે ઉદ્ઘાટન કર્યું હતું.

ગુજરાત યુનિવર્સિટી રાજ્ય સરકારના તેમજ કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગના સતત સાથ અને સહકાર થકી સમગ્ર રાજ્યમાં સતત ત્રણ વર્ષથી પ્રથમ ક્રમાંકે રહી છે. સમગ્ર રાષ્ટ્રમાં એનઆરએફ રેકિંગમાં ૪૩મા ક્રમે રહી છે સિવાય અનેક સંસ્થાઓના માપદંડમાં અગ્રહરોળમાં રહી છે. ગુજરાત યુનિવર્સિટી ના સ્થાપના દિવસે હેરિટેજ બિલ્ડિંગને રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

(8:57 pm IST)