ગુજરાત
News of Tuesday, 23rd November 2021

રાજપીપળા અને આસપાસના વિસ્તારોમાં ચાલતી ચિકન શોપમાં મોટાભાગની લાઈસન્સ વિના ચાલતી હોવાની બૂમ

અવધૂત મંદિર ગરનાળા નજીક અને મણીનાગેશ્વર મંદિર તરફ હાઇવે માર્ગ પર ગે.કા.ચિકન શોપ ચાલતી હોવાની બુમ તેમજ અમુક રહેણાંક વિસ્તારમાં ચાલતો આ ધંધો જો ગેરકાયદેસર હોય તો બંધ થવો જરૂરી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેર અને આસપાસના વિસ્તારોમાં ચાલતી ચિકનની દુકાનો પૈકી ઘણી દુકાનો લાઇસન્સ વિના ગેરકાયદેસર ચાલતી હોવાની બુમ સંભળાઈ રહી છે ત્યારે તંત્ર આ બાબતે કડક કાર્યવાહી કરે તે જરૂરી જણાઈ છે.

જાણવા મળ્યા મુજબ રાજપીપળામાં ચાલતી ચિકન શોપ માંથી ઘણીખરી દુકાનોમાં નિયમ મુજબના લાઇસન્સ નથી તેમ છતાં બેરોકટોક આ ધંધો ચાલુ છે જેમાં જાણવા મળ્યા મુજબ ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માંથી આ માટે લાઇસન્સ લેવું જરૂરી હોવા છતાં મોટાભાગની દુકાનો ગેર કાયદેસરની ચાલે છે.તો શુ ભરૂચ ફૂડ ડ્રગ વિભાગ આ બાબતે અજાણ છે કે અંગત ફાયદા માટે આંખ આડા કાન થઈ રહ્યા છે..?
રાજપીપળા અવધૂત મંદિર પાસે અને મણિનાગેશ્વર મંદિર નજીક ગેરકાયદેસર બે ચિકન શોપ શરૂ થતાં ભક્તોની લાગણી દુભાઈ હોવાની વાત જાણવા મળી છે જ્યારે કેટલાક રહેણાંક વિસ્તારમાં પણ આ ધંધો ચાલતો હોવાથી સ્થાનિકોમાં રોષ છે ત્યારે આવી દરેક દુકાનો બાબતે તંત્ર નોયમોનુસાર પગલાં લે તેવી માંગ છે.
જોકે આ બાબતે ભરૂચ ફ્રુડ ડ્રગ કચેરીમાં ટેલિફોનિક સંપર્ક કરતા ત્યાંથી એમ જાણવા મળ્યું કે રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન લાઇસન્સ લેવાનું હોય છે પરંતુ કોઈ ચિકન ની દુકાન લાઇસન્સ વિના ચાલતી હશે તો અમે તપાસ કરી કાર્યવાહી કરીશું.

(11:04 pm IST)