ગુજરાત
News of Tuesday, 23rd November 2021

વડોદરા દુષ્કર્મ-કથિત આપઘાત કેસની તપાસ માટે SITની રચના :6 સિનિયર અધિકારીઓને જવાબદારી

કમિટીમાં રેલવે. ક્રાઈમ બ્રાન્ચ, તેમજ પોલીસના મોટા અધિકારીઑનો સમાવેશ

વડોદરા સામુહિક દુષ્કર્મ અને કથિત આપઘાતનો મામલે 19 દિવસે હવે SITની રચના કરવામાં આવી છે. 6 સિનિયર અધિકારીઓના સુપરવીઝન હેઠળ હવે સમગ્ર કેસની ઉડી તપાસ થશે. કમિટીમાં રેલવે. ક્રાઈમ બ્રાન્ચ, તેમજ પોલીસના મોટા અધિકારીઑનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

રેલવે પોલીસ પીળા કલરની સાઈકલ જે ઘટનાસ્થળ નજીકથી મળી હતી તેની તપાસ પણ કરી રહી છે. અગાઉ મિકેનિક પાસે યુવતી પંચર કરાવવા પહોંચી હતી જે બાદ સાયકલ પણ કેસમાં મહત્વની કડી બની ગઈ હતી પણ પોલસને મળેલી સાયકલ અંગે મિકેનિક પાસે પણ કરવામાં આવતા જાણવા મળ્યું છે કે પોલીસને મળેલી સાયકલ યુવતીની નહીં

(12:33 am IST)