ગુજરાત
News of Tuesday, 23rd November 2021

અતિવૃષ્ટિ સહાય: 4 જિલ્લામાં 242 કરોડ 32 લાખની ચુકવણી: 1 લાખ 19 હજાર ખેડૂતોને સહાય ચુકવાઈ

4 જિલ્લાના 2 લાખ 21 હજાર ખેડૂતોએ કરી હતી અરજી, જામનગર જિલ્લામાં 164 કરોડ જૂનાગઢ જિલ્લામાં 26 કરોડ 72 લાખ સહાય ,પોરબંદર જિલ્લામાં 16 કરોડ 13 લાખ સહાય અને રાજકોટ જિલ્લામાં 35 કરોડ 5 લાખ સહાય ચુકવાઈ

અમદાવાદ : રાજ્યમાં અતિવૃષ્ટિ સહાય ચૂકવણી કરાઈ છે, રાજયના  4 જિલ્લામાં 242 કરોડ 32 લાખની ચુકવણી કરાઈ છે રાજ્યના  1 લાખ 19 હજાર ખેડૂતોને સહાય ચુકવાઈ છે  4 જિલ્લાના 2 લાખ 21 હજાર ખેડૂતોએ અરજી કરી હતી, જામનગર જિલ્લામાં 164 કરોડ સહાય ચુકવાઈ છે  , જૂનાગઢ જિલ્લામાં 26 કરોડ 72 લાખ સહાય ચુકવાઈ છે  , પોરબંદર જિલ્લામાં 16 કરોડ 13 લાખ સહાય ચુકવાઈ છે જયારે રાજકોટ જિલ્લામાં 35 કરોડ 5 લાખ સહાય ચુકવાઈ છે

(12:44 am IST)