ગુજરાત
News of Wednesday, 23rd November 2022

ગુજરાતમાં ગાયને છોડી મૂકવા બદલ છ મહિનાની કોર્ટે જેલની સજા ફટકારાઇ

કોર્ટે કહ્યું છે કે પશુ માલિકો દ્વારા પશુઓને રસ્તા પર મુક્ત છોડી દેવાના કારણે લોકોના મોત પણ થયા છે. તો અનેક લોકો ઘાયલ થયા

અમદાવાદ ; ગુજરાતની એક અદાલતે પ્રકાશ જયરામ દેસાઈ નામના વ્યક્તિને તેની ગાયને રસ્તા પર છોડવા બદલ છ મહિનાની જેલની સજા ફટકારી છે.ગુજરાત તે તમામ ભારતીય રાજ્યોમાંનું એક છે જ્યાં ગાયની હત્યા કરવી ગુનો છે. જેના કારણે ગુજરાત રખડતા પશુઓની સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

કોર્ટે કહ્યું છે કે આ સજા એટલા માટે આપવામાં આવી રહી છે કારણ કે આવા મામલા ખૂબ વધી ગયા છે.ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર મુજબ, કોર્ટે કહ્યું છે કે પશુ માલિકો દ્વારા પશુઓને રસ્તા પર મુક્ત છોડી દેવાના કારણે લોકોના મોત પણ થયા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે.

વર્ષ 2017માં ગુજરાત સરકારે ગાયોના રક્ષણ માટે બનાવેલા કાયદાને કડક બનાવીને ગૌહત્યા માટે આજીવન કેદની જોગવાઈ કરી હતી.

આ નિયમોને કારણે ગુજરાતના માર્ગો પર ગાયો અને બળદોની તાતી હાજરીને કારણે માર્ગ અકસ્માતો જોવા મળી રહ્યા છે

(9:49 pm IST)