ગુજરાત
News of Sunday, 24th January 2021

વડોદરામાં ત્રણ લક્ઝુરિયસ કારમાં દારૂની હેરાફેરી : ત્રણ બુટલેગરો ઝડપાયા : 7,23 લાખનો દારૂ સહીત 20.32 લાખનો મુદામાલ જપ્ત

ન્યુ વીઆઈપી રોડ પર આવેલી નંદન કોમ્પલેક્ષ નજીક ત્રણ લક્ઝુરિયર્સ કારમાં મોટા પાયે દારૂની હેરાફેરી

વડોદરામા આવેલ નીલ નંદન કોમ્પલેક્ષ પાસે 3 લક્ઝુરિયર્સ કારમાં દારુની હેરાફેરી કરનાર 3 બુટલેગરોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે પોલીસે 7.23 લાખ રૂપિયાનાં વિદેશી દારૂ, 3 કાર અને મોબાઇલ સહિત કુલ 20.32 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

વડોદરામાં હરણી પોલીસને બાતમી મળી હતી કે, ન્યુ વીઆઈપી રોડ પર આવેલી નંદન કોમ્પલેક્ષ નજીક ત્રણ લક્ઝુરિયર્સ કારમાં મોટા પાયે દારુની હેરાફેરી કરવામાં આવી રહી છે. જેથી પોલીસે આરોપીઓની રંગે હાથે ધરપકડ કરવા માટે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન પોલીસે 3 બુટલેગરોને ઝડપી પાડ્યા હતા. આ ધરપકડ કરાયેલા બુટલેગરોમાંથી જીતેન્દ્ર ઉર્ફે જીતેન કૈલાસ પાનવેલ (રહે.મધ્યપ્રદેશ), અભીલાષ સિંહ ઠાકુર (મધ્યપ્રદેશ) અને અમીત શાંતિલાલ માળી (રહે. ગોલવાડ જગદંબા ચોક, નાગરવાડા વડોદરા) ના રહેવાસી છે.

હરણી પોલીસે 7.23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ, 13 લાખ રૂપિયાની 3 કાર અને 8500 રૂપિયાના 4 મોબાઇલ મળીને કુલ 20,32,100 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ત્રણેય બુટલેગરો સામે ગુનો નોંધીને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે દારૂ જેને પહોંચાડવાનો હતો તે આરોપી કિરણ શ્યામલાલ કહાને વોન્ટેડ જાહેર કર્યો હતો.

(10:54 pm IST)