ગુજરાત
News of Sunday, 24th January 2021

રીંગણી ગામના બસ સ્ટેન્ડ પાસે અજાણ્યા 20 લોકોના ટોળા વિરુદ્ધ ટ્રક સળગાવતા બદલ ગુનો નોંધાયો

આ હાઈવે પર ટ્રકની અડફ્ટમાં રાજપીપળાથી ફરજ પુરી કરી ઘરે જઈ રહેલા GRD જવાનનું મોત થયા બાદ લોકો એ ટ્રક ને આગ ચાંપી હતી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકના રીંગણી ગામ પાસે ટ્રકને સળગાવનાર અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે.

  પ્રાપ્ત માહિતી અનુસાર બે દિવસ પહેલા રીંગણી ગામના બસ સ્ટેન્ડ પાસે વીસેક અજાણ્યા વ્યક્તિઓએ વિજય કુમાર રામજસ લૈસ,હાલ રહે.મોટા વરાછા,સુરતની હાઇવા ટ્રક નં . GJ - 21 - v - 1319 ને સગળગાવી દેવાના ઈરાદો કરી ગેર કાયદેસર મંડળી રચી ટ્રકના કેબીનના ભાગમાં આગ લગાવી સળગાવી દઈ ગુનો કરતા  આ બાબતે વિજયકુમારની ફરિયાદ બાદ આમલેથા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 અત્રે ઉલ્લેખનીય છેકે બે દિવસ પહેલા આજ ટ્રક રેતી ભરી પુરપાટ જતી હોય રાજપીપળાથી ફરજ પુરી કરી એક GRD જવાન મો.સા.ઉપર પોતાના ઘરે જઈ રહ્યો હોય જેનું આ ટ્રકે અડફ્ટમાં લેતા અકસ્માતમાં જવાન નું ઘટના સ્થળે મોત થયા બાદ ઉશ્કેરાયેલા ટોળાએ ટ્રકના કેબિનમાં આગ લગાડતા ફાયર ટીમે સ્થળ પર પહોંચી આગ ઓલવી હતી.

(11:05 pm IST)