ગુજરાત
News of Sunday, 23rd January 2022

રાત્રી કર્ફ્યુ સહિત નવી ગાઈડ લાઇનનું પાલન કરાવવા પોલીસ ફરી એકવાર મેદાનમાં ઉતરી

પોલીસને નાઇટ કર્ફ્યુ તથા કોવિડ નિયમોનું કડકાઇથી પાલન કરાવવાના આદેશ

અમદાવાદ :ગુજરાત કોરોનાના સકંજામાં આવી ગયો છે. રોજેરોજ મોટી સંખ્યામાં કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. મોટી સંખ્યામાં વધી રહેલા કેસના કારણે સરકારે કોરોનાની નવી ગાઇડલાઇન જાહેર કરી છે. જેથી હવે પોલીસ તંત્ર હરકતમાં છે. પોલીસને નાઇટ કર્ફ્યુ તથા કોવિડ નિયમોનું કડકાઇથી પાલન કરાવવાના આદેશ આપી દેવામાં આવ્યા છે

કોરોનાના વધી રહેલા કેસોને લઈ રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ કોરોનાની નવી ગાઇડલાઇન અને માસ્ક સંબંધિત નિયમોનું ચૂસ્તપણે પાલન કરાવવાના આદેશ આપી દીધા છે. સાથે જ જિલ્લા એસપી અને શહેરોના પોલીસ કમિશનરને એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું છે જેઓ માસ્ક વગર ફરે છે. ગુજરાત પોલીસ ફરી એકવાર કોરોના સામેની જંગમાં પહેલી લાઇનમાં ઉભી છે. રાજ્યની પોલીસ કોરોના સામે નાગરિકોની રક્ષા કરવાનો બેડો ઉપાડ્યો છે.

(12:43 am IST)