આણંદ:62 વર્ષીય વૃદ્ધે 19 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો: પરિવારે રંગેહાથ ઝડપી પોલીસને હવાલે કર્યો
યુવતીને ફોસલાવી ખેતરમાં લઇ ગયેલ : ખાનદાની વૃદ્ધે આવું કૃત્ય કરતા ઉમરેઠમાં નગરમાં ચકચાર
આણંદ જિલ્લામાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં 62 વર્ષીય વૃદ્ધે 19 વર્ષની યુવતી પર દુષ્કર્મ આચર્યું. પરિવારજનોએ વૃદ્ધને રંગે હાથે ઝડપી પાડ્યો હતો અને પોલીસને હવાલે કર્યો હતો
મળતી માહિતી મુજબ આણંદના ઉમરેઠમાં ૬૨ વર્ષના મુકેશ પટેલના ઘરે 19 વર્ષની યુવતી કામ કરવા આવતી હતી. આ યુવતી પર આધેડે નજર બગાડી હતી અને તેને ફોસલાવી આધેડ ખેતરમાં લઈ ગયો હતો. ત્યાં તેણે યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું. સાંજ સુધી યુવતી ઘરે ન આવતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને શોધખોળ શરૂ કરી હતી.
દામોદરિયા વડ પાસે ખેતરમાં યુવતી હોવાનું પરિવારજનોને માહિતી મળતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. ખાનદાની વૃદ્ધે આવું કૃત્ય કરતા ઉમરેઠમાં નગરમાં ચકચાર મચી હતી. યુવતીના પરિવારજનોએ વૃદ્ધને રંગે હાથે ઝડપી ઉમરેઠ પોલીસના હવાલે કર્યો હતો. ઉમરેઠ પોલીસે યુવતીની માતાની ફરિયાદ લઇ વૃદ્ધ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.