ગુજરાત
News of Sunday, 23rd January 2022

રોષ: નવસારીમાં કોરોના બેફામ બનતા દાંડી અને ઉભરાટ દરિયા કિનારાઓ સહેલાણી માટે બંધ કરતા સામાન્ય વર્ગ બેહાલ

--- ટંકનું લઈ ટંકનું ખાતા, માગીને પૈસા લઈને ઘર ચલાવનાર વેપારીઓ પર ફરિવાર આર્થિક મુશ્કેલીનું સંકટ ઘેરાતા વેપારીઓ અટવાયા વેપારીઓમાં રોષ

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ :નવસારી દરિયા પર ધંધો કરનાર પર મુશ્કેલી આવી છે નિયમોનું પાલન કડક કરાવો પણ ધંધા બંધ ના કરાવો તેવો  કચવાટ ઉભરી રહ્યો  છે નવસારી જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા જિલ્લા વહીવટીતંત્ર ઉભરાટ અને દાંડીના દરિયા કિનારાઓને સહેલાણીઓ માટે બંધ કર્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં લોકપ્રિય ઉભરાટ દરિયા કિનારો પ્રવાસીઓ માટે પ્રતિબંધના કારણે બંધ થતા વેપારીઓને ફરિવાર આર્થિક મુશ્કેલીનો સંકટ ઘેરાયું છે.
કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઉછીના પૈસા કરીને કે અન્ય વ્યવસ્થા દ્વારા વેપારીઓએ પોતાનું ગુજરાન ચલાવ્યું હતું પરંતુ હાલમાં ફરિવાર બીચ બંધ થતા દરિયા કિનારે નાસ્તાની લારી ચલાવતી કેટલીક વિધવાઓ સહિત વેપારીઓને ઘર ચલાવવા ફરિવાર મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે.
નવસારી જિલ્લામાં થિયેટર, બાગ, બગીચા બીજા અન્ય ફરવાના સ્થળો ઉપર કોઈ પ્રતિબંધ નથી ત્યારે માત્ર દરિયાઈ બીચ ઉપર પ્રતિબંધ લાદવામાં આવતાં નજીકના ગામના લોકો બીચ પર નાસ્તો ચા-પાણી વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે જેમને ફરિવાર માંડ માંડ શરૂ થયેલી રોજગારીથી હાથ ધોવાનો વારો આવ્યો છે.જેની રોજગારી છીનવાઈ છે તે મનથી અંદર રડી  રહ્યા છે  નેતા મદદે આવે તેવી ચર્ચા છે

(7:02 pm IST)