ગુજરાત
News of Sunday, 23rd January 2022

તા. ૨૫ જાન્‍યુઆરીથી ગુજકેટ માટે ઓનલાઈન રજીસ્‍ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે

રાજકોટ, તા. ૨૨ :. ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ડીગ્રી ઈજનેરી, ડીગ્રી ફાર્મસી અને ડીપ્‍લોમાં ફાર્મસી લેવામાં આવનારી ગુજકેટની પરીક્ષાની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. તા. ૨૫ જાન્‍યુઆરીથી ૫ ફેબ્રુઆરી-૨૦૨૨ સુધી ઓનલાઈન આવેદનપત્રો ભરી શકાશે.
શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્‍યુ છે કે, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ડીગ્રી એન્‍જિનીયરીંગ, ડીગ્રી/ડિપ્‍લોમાં ફાર્મસી અભ્‍યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માગતા એ, બી અને એ-બી ગ્રુપના એચએસસી વિજ્ઞાન પ્રવાહના ઉમેદવારો માટે ગુજરાત કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ (ગુજકેટ)-૨૦૨૨ની પરીક્ષા માટેની માહિતી પુસ્‍તિકા અને ઓનલાઈન આવેદનપત્ર ભરવાની સૂચનાઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org  ઉપર મુકવામાં આવેલ છે. ગુજકેટ-૨૦૨૨ની પરીક્ષાનું આવેદનપત્ર બોર્ડની વેબસાઈટ www.gseb.org તથા gujcet.gseb.org પરથી તા. ૨૫-૧-૨૦૨૨, ૧૨.૩૦ કલાકથી તા. ૫-૨-૨૦૨૨ દરમિયાન ઓનલાઈન ભરી શકાશે.


 

(2:45 pm IST)