ગુજરાત
News of Sunday, 23rd January 2022

નવસારીમાં તંત્ર બે ફિકર:કોરોના બેફામ છતાં પણ માર્કેટમાં નિયમોનો ઉલાળીયો પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી માંગ

ભારે ભીડ અસંખ્ય લોકો ખરીદી અર્થે આવતા લોકો ઉપરાંત વેપારીઓ પણ માસ્કવિહોણા દેખાઈ રહ્યા છે તંત્ર માત્ર તમાશો જોતું હોઈ તેવું લાગી રહ્યું છે જિલ્લા પોલીસ વડા કડક કાર્યવાહીના આદેશ આપે તે જરૂરી છે

(કાર્તિક બાવીશી દ્વારા )ગુજરાત  સરકાર ગાઇડ લાઇન પાલન કરવા અનેક વાર સૂચના આપે છે પણ સૂચનાનું પાલન કોણ કરે તે આ દ્રશ્યોમાં દેખાય રહ્યું છે મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આ વિસ્તારની મુલાકાત લે તો નિયમો નું પાલન કરતા નજરે કોઈ પડશો નહીં પોલીસ તંત્ર પણ શા  કારણો કાર્યવાહી નથી કરતું તે પણ પ્રશ્ન છે નવસારી જિલ્લામાં કોરોના દિવસેને દિવસે વધી રહ્યો છે ત્યારે લોકો સજાગ થવાને બદલે નિષ્કાળજી રાખતા થયા છે. તંત્ર દ્વારા આવા લોકો સામે પગલાં ભરવામાં નિષ્ફળ રહેવાને પગલે બજારો માનવોના કીડીયારાથી ઉભરાતા જોવા મળી રહ્યાં છે. ખાસ કરીને શાકભાજી માર્કેટમાં મહત્તમ લોકો નિયમો ભંગ કરી રહ્યા છે પણ પોલીસ કે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.શા કારણોસર

કોરોનાની સંભવત  કાર્યવાહી નથી થતી એ ચર્ચા છે ત્રીજી વેવ ગંભીર છે હાલમાં સમગ્ર દેશ અને દુનિયામાં હાહાકાર મચાવી રહ્યો છે. ગુજરાત અને નવસારીમાં કોરોનાના કેસો પણ મોટા પ્રમાણમાં રોજેરોજ વધી રહ્યા છે.પણ તંત્ર નિદ્રામાં હોઈ તેવું લાગી રહ્યું છે લોકોમાં જાણે કોરોનાનો કોઈ ડર નહીં હોય તેમ લોકો બિન્દાસપણે ફરતા જોવા મળી રહ્યાં છે. જેમાં ખાસ કરીને નવસારી શહેરી વિસ્તારમાં આવેલા 4 શાકભાજી માર્કેટમાં લોકો મોટા પ્રમાણમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના સરેઆમ ધજાગરા ઉડાડતા હોય તેમ જોવા મળી રહ્યા છે. જેમાં વિઠ્ઠલ મંદિર માર્કેટ, જલાલપોર માર્કેટ, શાંતદેવી માર્કેટ અને પાલિકાની બાજુમાં આવેલ શાકભાજી માર્કેટમાં કોઈ પણ કોરોનાના નિયમોનું પાલન કરતું નથી અને કોરોનાનો તેમને કોઈ ડર નહીં હોય તેમ બિન્દાસ ફરતા જોવા મળી રહ્યા છે.પોલીસ વિભાગ અને તંત્ર દ્વારા માસ્ક વગરના લોકો સામે દંડ વસૂલાય છે, પરંતુ માર્કેટમાં હજી સુધી કાર્યવાહી થઇ નથી. નવસારીમાં હાલ કફર્યૂ પણ રાત્રિના સમયે મૂકવામાં આવ્યો છે. બીજી લહેર વખતે શાક માર્કેટમાં કડક નિયંત્રણ મૂકવામાં આવ્યા હતા તેવા જ નિયંત્રણ હાલમાં જ્યારે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે ત્યારે મૂકવામાં આવે તો સંક્રમણનું પ્રમાણ અટકાવી શકાય તેમ છે.હવે  જોવાનું રહ્યું  તંત્ર જાગે છે કે પછી ઉપર ના આદેશો ની રાહ જોવાઈ રહી છે

(12:07 pm IST)