ગુજરાત
News of Sunday, 23rd January 2022

રાધનપુરથી એક યુવક યુવતી ડીસા જવા બસમાં બેઠા પણ પહોંચ્‍યો બંનેનો મૃતદેહ

બસ માં બેસીને બંનેએ સાથે ઝેર પીને મોતને મીઠુ કર્યુ: બંનેની ઓળખ માટે તપાસ હાથ ધરાઇ

બનાસકાંઠા :  એક યુવક અને યુવીત રાધનપુરથી અંબાજી જતી બસમાં બેસ્યા હતા. GJ18 Z2085 નંબરની બસ અંબાજી જઈ રહી હતી. ત્યારે ડીસા પહોંચતા જ બસના કંડક્ટરે યુવક-યુવતીને જગાડ્યા હતા. પરંતુ બંને ઉઠ્યા ન હતા. જેથી બસના કંડક્ટરે પોલીસને જાણ કરી 108 દ્વારા બંન્નેને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા. સિવિલના તબીબોએ બંન્ને યુવક-યુવતીને મૃત જાહેર કર્યા હતા.

પોલીસની પ્રાથમિક તપાસમા સામે આવ્યુ કે, માંડવી-અંબાજી બસમાં રાધનપુરથી બેઠેલા યુવક-યુવતીએ બસમાં ઝેરી દવા ગટગટાવીને મોત વ્હાલુ કર્યુ હતું. પોલીસે બંન્ને મૃતકોના મૃતદેહોને પોસમોર્ટમ અર્થે ખસેડી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક યુવક-યુવતી પ્રેમી પંખીડા હોવાનું અનુમાન છે. ત્યારે પોલીસે બંનેની ઓળખ જાણવા, બંને કયા શહેરના છે તે મામલે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

-- 

(12:47 pm IST)