ગુજરાત
News of Sunday, 23rd January 2022

નર્મદા જીલ્લાના સહકારી આગેવાન અને સમાજ સેવક હેમરાજસિંહ ગોહિલનું દુઃખદ અવસાન થયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નવાપુરા (નિકોલી) ગામના નિવાસી અને સહકારી આગેવાન તેમજ સમાજ સેવક હેમરાજસિંહ રૂપેન્દ્રસિંહજી ગોહિલનું તારીખ 22 જાન્યુઆરી-2022 ના દિવસે 72 વર્ષની વયે દુઃખદ અવસાન થતાં તેમના પરીવાર અને સ્નેહીજનોમાં શોકની લાગણી વ્યાપી છે.તેમના મૃત્યુના સમાચાર જાણતા તેમના મિત્ર વર્તુળ અને સગા સંબંધીઓમાં આઘાત જોવા મળ્યો હતો

(5:09 pm IST)