વરખડ ગામે આડા સંબંધના વ્હેમે સસરા અને પુત્રવધુને માર મારનાર મહિલા વિરુદ્ધ આમલેથા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના વરખડ ગામમાં આડા સંબંધનો વ્હેમ રાખી થયેલી બોલાચાલીમાં લાકડી મારી ઇજા કરનાર મહિલા વિરુદ્ધ આમલેથા પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે
મળતી માહિતી અનુસાર તારીખ 21 જાન્યુઆરી રાત્રે નવ વાગે બનેલી ઘટના બાબતે રામસિંગભાઈ છેલાભાઈ વસાવા(રહે. વરખડ) નાઓએ આપેલી ફરીયાદ મુજબ તેઓ તથા પુત્રવધુ તારાબેન રજનીકાંત વસાવા ગામના રેખાબેન જગદીશભાઇ ને કહેવા ગયેલા કે તુ કેમ મારી વહુને તારા ઘરવાળા સાથે આડો સંબંધ રાખે છે તેવુ કહેતા ટેવઉશકેરાઇ જઈ હાથમાની લાકડી વડે મારી વહુને મારતી હોય જેથી મેં વચ્ચે પડી છોડાવવા જતા મને હાથમાં કોણીના નીચેના ભાગે લાકડીનો સપાટો મારી ફેકચર કરી તથા પન્નાબેને તારાબેનની સાથે ઝપાઝપી કરી ગડદાપાટુનો ગેબી માર મારી ગાળો આપી એકબીજાએ મદદગારી કરી ગુનો કરતા આમલેથા પોલીસે બન્ને મહિલા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.