ગુજરાત
News of Monday, 24th January 2022

સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું

અમદાવાદમાં સરદારધામને લઇને સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલેમહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, સરદારધામે સમાજ માટે કામ કરવાની એક પદ્ધતિ વિકસાવી છે.. જે દરેક સમાજે શીખ લેવા જેવી બાબત છે.રોડમેપ તૈયાર કરવો અને સમાજ માટે રોડમેપ પ્રમાણે કામ કરીને બતાવવું આ બંને બાબતોને સરદારધામે એકસાથે આગળ વધારી છે..વિદ્યાર્થીઓને ઝડપથી લાભ મળતો થઈ જવો તે ખૂબ મોટી વાત છે..

 બીજી તરફ વઢવાણના ધારાસભ્યએ વિદ્યાર્થી દત્તક યોજનામાં 5 કરોડ રૂપિયા દાનમાં આપ્યા છે અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલે ઉદઘાટન કર્યું.આ પ્રસંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્રવભાઈ  પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

રવિવારે અમદાવાદમાં નિર્માણ પામી રહેલા સરદાર ધામમાં નવનિર્મિત ઈ-લાયબ્રેરીનું ઉદઘાટન કરાયું છે. પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ  પટેલના હસ્તે ઈ-લાયબ્રેરીનું લોકાર્પણ કરાયું છે.

(9:24 pm IST)