ગુજરાત
News of Sunday, 23rd January 2022

રાજપીપળા ડેપો પાછળની ટાંકીના પણીમાં કબૂતરના પીંછા બાબતે કોર્પોરેટર અને સ્થાનિક યુવાન વચ્ચે સોસીયલ મીડિયા વોર

કોર્પોરેટર પ્રેગ્નેશ રામી અને સ્થાનિક જાગૃત યુવાન ઇકરામ મલેકએ સોસીયલ મીડિયામાં એકબીજા પર આક્ષેપ કરતા વિડિઓ વાયરલ કરતા પાણીની ટાંકી ચર્ચામાં રહી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા એસટી ડેપો પાછળ આવેલી પાણીની ટાંકી માંથી દક્ષિણી ફળીયા,સિંધીવાડ સહિતના વિસ્તારોમાં જતા પીવાના પાણી માં ત્રણ મહિના પહેલા કબૂતરોના પીંછા અને અન્ય ગંદકી જોવા મળી હોવા બાબતે સ્થાનિકો એ વિડિઓ વાયરલ કર્યો હતો અને હાલમાં ચારેક દિવસથી આ વિસ્તારોમાં પક્ષીના પીંછા અને દુર્ગંધ મારતું પાણી નીકળવાની ફરિયાદ ઉઠતા આ બાબતે સ્થાનિક કોર્પોરેટર પ્રગનેસ રામીએ પોતે ટાંકીની વિઝીટ કરી વિડિઓ સોસીયલ મીડિયામાં ફરતો કરી આ બાબત ખોટી હોવાનું જણાવ્યું હતું જ્યારે બીજી તરફ સ્થાનિક યુવાન ઇકરામ મલેક એ પણ વિડીઓના માધ્યમથી જણાવ્યું કે ન્યૂઝમાં મુકેલો વિડિઓ ત્રણ મહિના પહેલાનો છે પરંતુ હાલમાં પાણી ગંદુ,દુર્ગંધ મારતું આવે છે તેના કારણે લોકો બીમાર પડે છે, જો ટાંકીનું પાણી સ્વચ્છ જ હોય તો અમે સ્થાનિકો એ ચીફ ઓફિસર પાસે લેખિત મંજૂરી માંગી ટાંકીનું પાલિકા કર્મચારીઓ સાથે નિરીક્ષણ કરવા વિનંતી કરી તો મુખ્ય અધિકારી એ કેમ પરવાનગી ન આપી..? ન્યૂઝ આવ્યા બાદ સફાઈ કરી વિડિઓ ફરતો કરવા કરતાં સ્થાનિકોના સંતોષ ખાતર ટાંકીનું નિરીક્ષણ કરવા દેવું જોઈએ આમ હાલ સ્થાનિકો અને કોર્પોરેટર વચ્ચે સોસીયલ મીડિયા દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચાલુ થયો છે માટે મુખ્ય અધિકારી આ બાબતે સ્થાનિક રહીશોને સંતોષ ખાતર ટાંકીનું નિરીક્ષણ કરવા દે તો કદાચ આ સોસીયલ મીડિયા યુદ્ધનો અંત આવશે.

(10:12 pm IST)