ગુજરાત
News of Monday, 24th January 2022

બાળકોના વેક્સિનને લઈ અમદાવાદ મનપા મુંઝવણમાં મુકાયુ સરકાર અને DEOના આંકડામાં 85 હજારથી વધુનો તફાવત !!

85 હજાર બાળકોનું ડિફરન્સ મળતો નથી : મનપા અધિકારીઓ માથું ખંજવાળી રહ્યા છે કે આ બાળકોને કઈ રીતે શોધવા?

અમદાવાદ : બાળકોના વેકસીનેશનમાં મનપા મૂંઝવણમાં મુકાયું છે.સરકાર અને ડીઇઓ એ આપેલા બાળકોના આંકડામા 85 હજાર બાળકોનો તફાવત જોવા મળ્યો છે જેના કારણે આ બાળકોને શોધવા મનપા માટે માથાનો દુખાવો સાબિત થયો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ લોકો નું વેક્સિનેશન કરવામાં આવ્યું.લોકો વેક્સીને લે તે માટે તેલ આઈફોન બેગ સહીતની સ્કીમો પણ અપનાવવામાં આવી પરંતુ બાળકોનું વેક્સીનેસન પૂર્ણ કરવું એ મનપા માટે ચેલેન્જ સાબિત થયું છે.સરકાર અને ડીઇઓએ આપેલા આંકડા માં તફાવત જોવા મળી રહ્યો છે.અમદાવાદ માં અત્યાર સુધી 1.85 લાખ બાળકોનું વેકસીનેસન થયું છે.તો સરકાર દ્વારા 2.70 લાખ બાળકો નું વેકસીન કરવા લિસ્ટ અપાયું છે જેમાં હજુ 85 હજાર થી વધુ બાળકોનો તફાવત જોવા મળી રહ્યો છે.ડીઇઓ દ્વારા 1.85 લાખ બાળકો નો ડેટા આપવામાં આવ્યો હતો જે મુજબ વેક્સિનેશનથી ચૂક્યું છે પરંતુ 85 હજાર બાળકોનું ડિફરન્સ નથી મળી રહ્યો. જેને લઈ મનપા અધિકારીઓ માથું ખંજવાળી રહ્યા છે કે આ બાળકોને કઈ રીતે શોધવા?

તરૂણો માટે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાએ આ કામગીરી પૂર્ણ કરવા નવી સ્કિમ બહાર પાડી છે. વેક્સિન લેનારા તરૂણોનો લકી ડ્રો કરવામાં આવશે. જેમાં 5 લકી તરૂણને આઈફોન આપવામાં આવશે. ઉપરાંત એક NGOની મદદથી 25,000 તરૂણોને સ્કૂલ બેગ પણ આપવામાં આવશે. સરકારે 2.70 લાખ તરૂણોને વેક્સિનેટ કરવા ટાર્ગેટ આપ્યો છે. જેમાંથી 1.85 લાખનું વેક્સિનેશન પૂર્ણ થઇ ગયું છે. આ ટાર્ગટ પૂર્ણ કરવા AMC સ્કૂલોમાં રિ-વિઝીટ કરીને વેક્સિનેશન કામગીરી કરી રહી છે. ઉપરાંત ડ્રોપ આઉટ તરૂણોની યાદી મેળવીને પણ વેક્સિનેશન આગળ વધારવાની કામગીરી કરી રહી છે

(10:49 pm IST)