ગુજરાત
News of Sunday, 23rd January 2022

મહેસાણા જિલ્લાના કડી-જોટાણા બાયપાસ રોડની બિસમાર હાલત : લોકોને ભારે હાલાકી

કડી શહેરના કડી-જોટાણા બાયપાસ રોડ પર જાસલપુર ત્રણ રસ્તા પાસેનો રોડ ખખડધજ થતા લોકો પરેશન

મહેસાણા જિલ્લાના કડી શહેરમાં કડી-જોટાણા બાયપાસ રોડની બિસમાર હાલત થઈ છે.માર્ગ ખખડધજ થઈ ગયો છે વાહનચાલકો રાહદારીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.

માર્ગ સારા હોવાના અને તમામ માર્ગોનું સમારકામ અને નવા બનાવવાના દાવા તંત્ર કરી રહ્યુ હોય પણ કડી-જોટાણા બાયપાસ અને જાસલપુર ત્રણ રસ્તાનો રોડની સ્થિતિ જ કાઈ જુદી છે કડી શહેરના કડી-જોટાણા બાયપાસ રોડ પર જાસલપુર ત્રણ રસ્તા પાસેનો રોડ ખખડધજ થઈ ગયો છે વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિકો પરેશાન થઈ ગયા છે.

માર્ગ તુટી ગયો છે અને માર્ગ પર ખાડા પડી ગયા છે. માર્ગ તૂટી જવાથી કપચીઓ પણ બહાર આવી ગઈ છે જે કારણે વાહન ચાલકોને ભારે હાલકી ભોગવવી પડે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર મોટા બિસમાર માર્ગના કારણે નાના મોટા અકસ્માતો સર્જાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાય છે. રોડ અંગે સ્થાનિકો દ્વારા તંત્રને રજુઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી. તંત્ર દ્વારા સત્વરે માર્ગ બનાવવામાં આવે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે

(11:49 pm IST)