ગુજરાત
News of Monday, 24th January 2022

મોટી સંખ્‍યામાં શરદી, ખાંસી, તાવથી પીડાઈ રહ્યા છે લોકો

અમદાવાદમાં ઘેર-ઘેર ખાટલા! પ્રત્‍યેક ૧૦માંથી ૧ ઘરમાં તાવ, શરદી અને ખાંસીના દર્દી : તબીબો આપી રહ્યા છે તાત્‍કાલિક કોરોના ટેસ્‍ટ કરાવવાની સલાહઃ આ લક્ષણોને વાયરલ ઈન્‍ફેક્‍શન અથવા મિશ્ર ઋતુ ગણવાની ભૂલ ન કરો

અમદાવાદ, તા.૨૪: તમે તમારા પરિવાર, પાડોશી અનથવા મિત્રો પાસેથી શરદી, ખાંસી કે તાવની ફરિયાદ ચોક્કસપણે સાંભળી હશે. અમદાવાદ શહેરમાં અત્‍યારે મોટી સંખ્‍યામાં લોકો બીમાર જણાઈ રહ્યા છે. દ્યણાં લોકો શરદી, ખાંસી, તાવની દ્યરગથ્‍થુ સારવારથી કામ ચલાવી રહ્યા છે તો દ્યણાં લોકો પોતાના ફેમિલી ડોક્‍ટર પાસેથી દવા લઈ રહ્યા છે. પરંતુ નિષ્‍ણાંતો દ્વારા સલાહ આપવામાં આવી છે કે, અત્‍યારે ડબલ સિઝન નથી માટે વાયરલ ઈન્‍ફેક્‍શનની શક્‍યતા દ્યણી ઓછી છે. માટે શરદી, ખાંસી કે તાવ હોય તો તેને સામાન્‍ય વાયરલ ઈન્‍ફેક્‍શન સમજીને બેદરકારી વર્તવાની ભૂલ ન કરવી જોઈએ. જો તમને આ લક્ષણો દેખાય તો તાત્‍કાલિક કોરોના ટેસ્‍ટ કરાવી લેવો જોઈએ.
એક અંદાજ અનુસાર, અમદાવાદ શહેરમાં અત્‍યારે પ્રત્‍યેક ૧૦માંથી ૧ ઘરમાં તાવ, શરદી અને ખાંસીના દર્દી જોવા મળશે. શહેરમાં લગભગ ૧ લાખ આ દર્દીઓ અત્‍યારે હોઈ શકે છે. માટે ડોક્‍ટરો વધારે સચેત બન્‍યા છે અને લોકોને પણ સાવધાન રહેવાની સલાહ આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રાજયભરમાં ડિસેમ્‍બર મહિનાથી ઠંડીની શરુઆત થઈ ગઈ છે અને અત્‍યારે જાન્‍યુઆરી મહિનો પતવા આવ્‍યો છે. જેથી કહી શકાય કે પાછલા બે મહિનાથી ઠંડી ચાલી રહી છે, જેથી ડબલ સિઝનની સમસ્‍યા નથી.
જે લોકોને તાવ, શરદી કે ખાંસી હોય તેમને કોરોનાના માઈલ્‍ડ લક્ષણો હોઈ શકે છે. માટે પરિવારના અને અન્‍ય લોકોની સુરક્ષાને ધ્‍યાનમાં રાખીને આ પ્રકારના લક્ષણ દેખાય તો તાત્‍કાલિક કોરોના ટેસ્‍ટ કરાવવાની સલાહ આપવામાં આવે છે. અમદાવાદ શહેરના સ્‍વાસ્‍થ્‍ય વિભાગના સૂત્રો જણાવે છે કે, કોરોના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે રસીકરણ અભિયાને મહત્‍વનો ભાગ ભજવ્‍યો છે. શક્‍ય છે કે રસી લેનાર વ્‍યક્‍તિ પણ કોરોનાનો શિકાર બને, પરંતુ તેમનામાં ગંભીર લક્ષણો નથી જણાતા. ગુજરાતમાં કોરોના અને તેના ઓમિક્રોન વેરિયન્‍ટના કેસો છેલ્લા કેટલાક દિવસથી સતત વધતા જઈ રહ્યા છે. પરંતુ, રવિવારે તેમાં થોડી રાહત રહી હતી. રવિવારે રાજયમાં નવા ૧૬,૬૧૭ દર્દી નોંધાયા હતા. જયારે ૧૯ના મોત થયા હતા. શનિવારે રાજયમાં ૨૩,૧૫૦ નવા કેસ નોંધાયા હતા. રાજયમાં આજે ૧૧,૬૩૬ દર્દીઓ સાજા થયા છે. જયારે અત્‍યાર સુધીમાં ૯,૧૭,૪૬૯ દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. એ સાથે રાજયોનો રિકવરી રેટ ૮૬.૩૫ ટકા જેટલો થઈ ગયો છે.


 

(11:03 am IST)