ગુજરાત
News of Monday, 24th January 2022

અપંગતાને કારણે બુટલેગર બનેલ મહિલાની પુત્રીએ પોલીસ કમિશનરને કહ્યું કે તે IPS બનવા માગે છે

૨૨ મહિલાઓને અન્ય રોજગારની તાલીમ આપી દારૂનો ધંધો છોડાવી તેને પ્રોત્સાહિત કરવાના સીપી તથા સી ટીમની માનવતાલક્ષી કામગીરી દરમિયાન વડોદરામાં એક અદભૂત ઘટના ઘટી : ખુશી આઇપીએસ બનવા ઇચ્છે તો મારા તરફથી તમામ માર્ગદર્શન આપવા સાથે જરૂરી મટીરીયલ પૂરું પાડવામાં આવશે : અકિલા સાથેની વાતચીતમાં સીપી શમશેર સિંઘ દ્વારા ખાત્રી આપવામાં આવી : દારૂનો દાંધો છોડનાર મહિલા સાથે તેમની આઇપીએસ બનવા ઈચ્છતી પુત્રી ખુશી

રાજકોટ તા.  ૨૪ :  વડોદરામાં મજબૂરીથી દારૂના ધંધા તરફ વળેલ મહિલાઓ પૈકી ૨૨ જેટલી મહિલાઓને દારૂનો દાંધી પોતાના સી ટીમના માધ્યમથી છોડાવનાર પોલીસ કમિશનર શમશેર સિંઘ સર્ટિફિકેટ વિતરણ કરી રહ્યા હતા ત્યારે અગિયારમા ધોરણમાં ભણતી એક કોમર્સ વિષયની તેજસ્વી વિદ્યાર્થિની કે જે પણ એક દારૂનો ધંધો ત્યજનાર મહિલાની પુત્રી હતી તેને પોલીસ કમિશનર શમશેર સિંઘ દ્વારા સ્વાભાવિક રીતે પૂછવામાં આવ્યું કે તું આગળ જતા સી.એ.બનીશ ત્યારે એ છોકરી એ કહ્યું કે, સાહેબ હું મોટી થઈને આઇપીએસ ઓફિસર બનવા માગું છું.  આ જવાબથી સહુ અચંબો પામ્યા પરંતુ સીપી દ્વારા તેની હિંમત વધારી પરીક્ષા પાસ કરી બાળા આઇપીએસ બનવા માગતી હશે તો તેને જરૂરી મદદ કરવા સાથે દીકરી ખુશીને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે તેવી ખાત્રી આપી હોવાનું અકિલા સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું.                     

અત્રે યાદ રહે કે માનવીય અભિગમ ધરાવતા પોલીસ કમિશનર શમશેર સિંઘના ધ્યાને દારૂના ધંધા પર અલીગઢિય તાળા લટકાવવા કડક હાથે કામ લેવાની રણ નીતિ ત્યાર કરતી વખતે ઘણી મોટી સંખ્યામાં મહિલા બુટલેગર હોવાનું ધ્યાને આવેલ. સી ટીમ મારફત વિશેષ તપાસ કરાવતા આવી ઘણી મહિલાઓ રોજગારી અભાવે અને પરિવારના ભરણ પોષણ માટે ના છૂટકે આ ધંધા તરફ વળી હોવાનું બહાર આવતા પ્રથમ તબક્કે ,૨૨ જેટલી મહિલાઓ માટે અગરબત્તી બનાવવા,બ્યુટી પાર્લર અને મહેંદી જેવા કોર્ષ માટે પદ્ધતિસર તાલીમ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી,જેમાં સી ટીમ દ્વારા મહત્વની ભૂમિકા રહેલ.                                 તાલીમ પૂર્ણ કરનાર મહિલાઓને  સર્ટિફિકેટ આપવાનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ. જેના પગ નથી તેવું કહી શકાય તેવી શોભના નામની દારૂનો ધંધો છોડનાર મહિલા સ્ટેજ ર્પ આવી શકે તેમ ન હોવાથી પોલીસ કમિશનર શમશેરસિંઘ તેને જાતે સર્ટિફિકેટ આપવા ગયા. આ સમયે માતા દ્વારા ગેર કાનૂની ધંધો છોડવાથી ખૂબ ખુશ ખુશાલ તેમની પુત્રી ખુશીને તેના અભ્યાસ બાબત પૂછતા તે ૧૧મા ધોરણમાં હોવાનું જણાવેલ તેના માર્કસ બાબતે પૂછપરછ કરતા તે ખૂબ તેજસ્વી હોવાનું બહાર આવતા,તેને કોમર્સ વિષયમાં રસ જોઈ પોલીસ કમિશનર દ્વારા તે ભવિષ્યમાં સી.એ.જરૂર બનશે તેમ જણાવતા, ખુશી એ જવાબ આપ્યો સાહેબ હું આગળ જતાં સ્નાાતક ડિગ્રી મેળવ્યા બાદ યુપીએસસી એકઝામ કલિયર કરી હું આઇપીએસ  અધિકારી બનવા માગુ છું, આ માટે હું મટીરીયલ પણ કલેકટ કરું છું.           

 પોલીસ કમિશનર ખુશી ની આવી ખ્વાહિશથી ખૂબ ખુશ થયા અને કહ્યું કે બેટા તારે જે કોઈ માર્ગદર્શન કે મટીરીયલ જોઈતુ હશે તે અમે પૂરું પાડીશું ,તારા ધ્યેયમાં અટલ રહે જે આમ અપંગતાને કારણે બુટલેગર બનનારી મહિલા ના પુત્રીની આઇપીએસ બનવાની ઈચ્છા ની કથા જાણવા સાથે વડોદરા સીપી તથા સી ટીમના આવા પ્રયાસોની ભારે પ્રસંશા ચો તરફ ચાલી રહી છે.

(3:29 pm IST)