ગુજરાત
News of Monday, 24th January 2022

યુનિવર્સિટી અને કોલેજોમાં પ્રોફેસર માટે ર૮૯૦૦ ઉમેદવારોએ જીસેટની પરીક્ષા આપી

રાજકોટ, તા., ૨૪: ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક બનવા માટે જીસેટ ગુજરાત સ્ટેટ એલીજીબીલીટી ટેસ્ટ ફોર આસી. પ્રોફેસર લેવાઇ હતી. જેમાં ર૮૯૦૦ ઉમેદવારો ઉપસ્થિત રહયા હતા.

દેશની તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અધ્યાપક બનવા માટે નેટ એટલે કે નેશનલ એલીજીબીલીટી ટેસ્ટ લેવામાં આવે છે. છેલ્લા બે વર્ષથી આ ટેસ્ટ કોરોનાને કારણે લેવામાં આવી ન હતી. અગાઉ ૨૦૧૯માં આ ટેસ્ટ લેવામાં આવી હતી. જેમાં અંદાજે ૨૫૦૦૦ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.

રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહીત રાજયના જુદા જુદા ૧૧ કેન્દ્રો પર બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.

(3:32 pm IST)