ગુજરાત
News of Monday, 24th January 2022

અમદાવાદ લગ્નમાં જઈ રહેલ હિલના પર્સની ઉઠાંતરી કરી ગઠિયો છનનન.....

ભરૂચ : ગોવાથી અમદાવાદ લગ્નમાં માતા અને ભાઈ સાથે જતી યુવતીએ ટ્રેનમાં સીટ નીચે મુકેલી બેગમાં રહેલા સોના-ચાંદીના દાગીના, કપડા અને રોકડા રૂપિયા મળી કુલ રૂ..૮૯ લાખની મત્તાની તસ્કરો ચોરી કરી હોવાની ફરિયાદ ભરૂચ રેલવે પોલીસ મથકે નોંધાઈ છે.

મૂળ રાજસ્થાનના અને હાલ ગોવાના મડગાંવ ખાતે રહેતી ૧૯  વર્ષના  વિદ્યાર્થીની ચંચળ મુકેશ ભાઈ ખત્રીએ અમદાવાદ લગ્ન પ્રસંગ  હોવાથી  ગત ૧૨મી જાન્યુઆરીના રોજ નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસ ટ્રેનમાં રિઝર્વેશન કરાવ્યું હતું. ગોવાથી માતા પરમેશ્વરીબેન અને ભાઈ વિશાલ સાથે લગ્ન માણવા ત્રણેય સ્લીપર કોચમાંે યાત્રા કરી રહ્યા હતા. તેઓએ પોતાની ત્રણ બેગ સીટ નીચે મુકી હતી.નાગરકોઈન-ગાંધીધામ ટ્રેન રાત્રે અંકલેશ્વર સ્ટેશન પહોંચી હતી. તે સમયે તેઓ કોચમાં સુઈ ગયા હતા. ૧૩ જાન્યુઆરીએ મળસ્કે ટ્રેન વડોદરા સ્ટેશન આવતા યુવતી ચંચળની આંખ ખુલી ગઈ હતી. તેને પોતાના સ્લીપર કોચમાં સીટ નીચે જોતા પોતાની બેગ ગાયબ હતી. જેથી તેણીએ માતા અને ભાઈને જગાડી સમગ્ર કોચમાં બેગની તપાસ કરતા મળી આવી હતી. બનાવની જાણ અન્ય મુસાફરો, કોચ એટેન્ડન્ટ અને રનિંગ સ્ટાફને થતા તેઓ પણ દોડી આવી શોધખોળ કરતા બેગો મળી આવી હતી. વિદ્યાર્થીનીના જણાવ્યા મુજબ બેગમાં સાત તોલાના સોનાના દાગીના અને ૨૮ તોલાના ચાંદીના દાગીના હતા.

અંગે ભરૂચ રેલવે પોલીસ મથકે વિદ્યાર્થીનીએ ફરિયાદ નોંધાવતા  રેલવે પોલીસે સ્ટેશન ઉપર લગાવેલા સી.સી ટીવી કેમેરાના ફૂટેજ અને ટ્રેનમાં મુસાફરી કરતા અન્ય મુસાફરોની હરક્તના આધારે તસ્કરોને શોધવા કવાયત હાથ ધરી છે.

(6:47 pm IST)