ગુજરાત
News of Monday, 24th January 2022

આણંદમાં અસ્થિર મજગની યુવતીને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ પોલીસ ફરિયાદ

આણંદ : આણંદ જિલ્લાના તાલુકા મથક ઉમરેઠ નગરના ભાટવાળા વિસ્તારના એક ૬૨ વર્ષીય આધેડે ગામની એક અસ્થિર મગજની યુવતીને ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાના બનાવે સમગ્ર નગરમાં ભારે ચકચાર જગાવી છે. ઉમરેઠ પોલીસે અંગે દુષ્કર્મ ગુજારનાર વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા મથક ઉમરેઠની સ્ટેટ બેંક નજીક આવેલ ભાટવાડામાં રહેતો મુકેશભાઈ રમણભાઈ પટેલ (ઉં..૬૨)ના ઘરે ઓડ બજાર વિસ્તારમાં રહેતી એક મહિલા પોતાની ૧૯ વર્ષીય સામાન્ય અસ્થિર મગજની પુત્રી સાથે ઘરકામ કરવા માટે જતી હતી. દરમ્યાન ગત તા.૨૧મી જાન્યુઆરીના રોજ અસ્થિર મગજની યુવતી મુકેશભાઈના ઘરે કામ કરવા ગઈ હતી. જ્યાં સાંજના સુમારે મુકેશભાઈ પટેલ યુવતીને પોતાની મોટરસાયકલ ઉપર બેસાડી  દામોદરીયા વડ પાસેના ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં અસ્થિર મગજની યુવતીની મરજી વિરૂધ્ધમાં મુકેશ પટેલે શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો. બીજી તરફ મોડી સાંજ સુધી યુવતી ઘરે પરત ફરતા પરિવારજનો ચિંતિત બન્યા હતા અને તેઓએ તપાસ આદરી હતી. જેમાં યુવતી દામોદરીયા વડ નજીક મુકેશભાઈ  પટેલ  સાથે મળી આવી હતી. જેથી પરિવારજનોએ યુવતીની પુછપરછ કરતા મુકેશભાઈએ તેણી ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની  હકીકત જણાવતા પરિવારજનો ચોંકી ઉઠયા હતા અને મુકેશ પટેલને ઘટના સ્થળે પકડી પાડી પોલીસને જાણ કરી હતી. અંગે યુવતીની માતાએ ઉમરેઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મુકેશભાઈ રમણભાઈ પટેલ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:48 pm IST)