ગુજરાત
News of Monday, 24th January 2022

નર્મદા જિલ્લામાં અલગ ગ્રામપંચાયત આપવા મુદ્દે આમુ સંગઠને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

આમુ સંગઠને કલેકટર કચેરી બહાર ધરણા કાર્યક્રમ કરવા માંગણી કરી હતી પરંતુ તે ન મળત આવેદનપત્ર આપી સંતોષ માન્યો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા કલેક્ટરને આમુ સંગઠનના પ્રમુખ મહેશભાઈ એસ.વસવાની આગેવાનીમાં એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું .

  આવેદનમાં જણાવ્યા મુજબ ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયની જોગવાયો મુજબ આમુ સંગઠન નર્મદા જીલ્લાના માધ્યમથી ભારતના બંધારણ મુજબ દરેક ગામને સ્વતંત્ર ગ્રામ પંચાયતનો દરજજો આપવા માટે વર્ષોથી અનેક વાર આપ અને ગુજરાત રાજયના ઉચ્ચ કક્ષાના વિભાગો ને લેખીત રજુઆતો કરેલ હોવા છતા ગુજરાત રાજય સરકાર દ્વારા ખોટા ખોટા જુઠા બહાનાઓ લખીને અમારી બંધારણીય માંગણીને ઠુકરાવામાં આવી છે .તેમજ ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમનો ભંગ કરવામાં આવ્યો છે જેના કારણે આ આવેદન આપવામાં આવ્યું છે, ગુજરાત રાજય સરકાર ની ખોટી નિતીના વિરોધમાં અમે ધરણા પ્રદર્શન કરવા પરવાનગી માંગી હતી પરંતુ તે ન મળતા આજે અમે આવેદનપત્ર આપ્યું હતું,આવનારા સમયમાં અમારી સાચી તેમજ બંધારણીય માંગણી સ્વીકારવામાં નહિ આવે તો આ બાબતે અનેક પ્રકારના કાર્યક્રમો કરવાની ફરજ પડશે જેની ગુજરાત રાજય સરકારે નોંધ લેવા પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(10:33 pm IST)