ગુજરાત
News of Friday, 24th March 2023

ગુજરાતની જિલ્લા પંચાયતોના પ્રમુખોની વડાપ્રધાન અનેકેન્‍દ્રીય મંત્રીઓ સાથે શુભેચ્‍છા મુલાકાતઃ સંસદ ભવન નિહાળ્‍યું

ગ્રામીણ વિકાસને વેગ આપવા માટે માર્ગદર્શન મળ્‍યું: ભૂપત બોદર

ગુજરાત પંચાયત પરિષદના પ્રતિનિધિ મંડળે (પંચાયતોના પ્રમુખો) નવી દિલ્‍હીમાં વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદી, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ વગેરેની શુભેચ્‍છા મુલાકાત લીધેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ તા. ર૩: ગુજરાત પંચાયત પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર જણાવે છે કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ ગ્રામીણ વિકાસનો એક નવો ખ્‍યાલ દેશ અને વિશ્‍વ સમક્ષ મુકયો છે. મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના નેતૃત્‍વમાં પ્રદેશ અધ્‍યક્ષ શ્રી સી. આર. પાટીલના માર્ગદર્શનમાં ગુજરાત સરકાર દ્વારા સમન્‍વિત ગ્રામીણ વિકાસના મહત્‍વને સમજીને, ગ્રામ્‍ય જીવનને વધુ સારૂં બનાવવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. નરેન્‍દ્રભાઇ મોદીના આત્‍મનિર્ભર ભારતની ઝુંબેશને વધુ મજબૂત બનાવવાના ધ્‍યેય સાથે ગુજરાત પંચાયત પરિષદના હોદેદારો અને તમામ જિલ્લા પંચાયતના પ્રમુખોની દિલ્‍હી ખાતે અખિલ ભારતીય પંચાયત પરિષદની અને સાથે સંસદ ભવનની મુલાકાત યોજાઇ હતી.

સંસદ ભવનની મુલાકાત દરમ્‍યાન કેન્‍દ્રીય મંત્રી શ્રી અનુરાગ ઠાકુર ભોજપુરી ફિલ્‍મ સ્‍ટાર અને ગોરખપુરના સાંસદશ્રી રવિ કિશનજી સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી. સાંસદ રમેશભાઇ ધડુક, મોહનભાઇ કુંડારિયા, પૂનમબેન માડમના દિલ્‍હી સ્‍થિત નિવાસસ્‍થાને શુભેચ્‍છા મુલાકાત લીધેલ ઉપરાંત કેન્‍દ્રીય મંત્રીશ્રીઓ દર્શનાબેન જરદોસ, પુરૂષોત્તમભાઇ રૂપાલા, દેવસિંહ ચૌહાણ અને ડો. કિરીટભાઇ સોલંકી, મિતેશભાઇ પટેલ, પ્રભુ વસાવા, મહેન્‍દ્રસિંહ ચૌહાણના સાંસદ સાથે શુભેચ્‍છા મુલાકાત કરી હતી.

દિલ્‍હી ખાતે પંચાયત પરિષદના પ્રમુખ અને ખેડા જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન પટેલ, પરિષદના ઉપપ્રમુખ અને રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર તેમજ વલસાડ જિલ્લા પંચાયતના અલ્‍કાબેન એચ. શેઠ, જી.પી.પી.પી.ના સેક્રેટરી ભરતભાઇ ગાજીપરા, નર્મદાના પિયુષાબેન એલ. વસાવા, સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવેશભાઇ એન. પટેલ, પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ ભાનુમતીબેન વી. મકવાણા, જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઇ ચનીયારા, પંચમહાલ જિલ્લા પંચાયતના પ્રમુખ કામીનીબેન જી. સોલંકી, નવસારી જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહીર, બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખ ઘનશ્‍યામભાઇ વિરાણી, દાહોદ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન બી. વાઘેલા, વડોદરા જિલ્લા પંચાયતના પ્રમુખ અશોકભાઇ પટેલ, ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ પટેલ, ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્‍પાબેન કે. પટેલ, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ સુરજભાઇ વસાવા, ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગલભાઇ પટેલ, છોટા ઉદેપુર જિલ્લા પંચાયતના પ્રમુખ મલકાબેન પટેલ, અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન જે. મોવલીયા, જુનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શાન્‍તાબેન ખાટરીયા, ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન બી. વાજા, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ રસીલાબેન કે. ડામોર સહિતના પ્રમુખો ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:21 pm IST)