ગુજરાત
News of Thursday, 24th June 2021

અમદાવાદમાં ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક ૧૪૪મી રથયાત્રા પૂર્વે જલયાત્રાઃ નીતિનભાઈ પટેલ અને પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પૂજન-અર્ચન

રાજકોટઃ. અષાઢી બીજના દિવસે દર વર્ષે નિકળતી ભગવાન શ્રી જગન્નાથજીની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે આજે અમદાવાદ ખાતે જલયાત્રાનું આયોજન કરાયુ હતું. રથયાત્રા પૂર્વે આયોજીત જલયાત્રા મહોત્સવમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાના હસ્તે પૂજન-અર્ચન કરવામાં આવ્યુ હતું. કોરોના ગાઈડલાઈન મુજબ મર્યાદીત ભાવિકોની ઉપસ્થિતિમાં આ મહોત્સવ યોજાયો હતો. અમદાવાદઃભગવાન જગન્નાથ ની ૧૪૪ મી રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રાને લઈ જગન્નાથ મંદિરમાં જોરશોરથી તૈયારીઓ શરૂ થઈ છે. આ વર્ષે કોરોનાની ગાઈડલાઈન મુજબ જળયાત્રા નીકળી હતી. જેમાં માત્ર કળશ, ૫ ધ્વજ પતાકા  સાથે ૧ ગજરાજનો સમાવેશ જળયાત્રામાં કરવામાં આવ્યો હતો. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે, કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે જળયાત્રા નીકળી હતી. જેમા ૫૦ લોકોની હાજરીમાં જળયાત્રા યોજાઈ હતી. મર્યાદિત લોકો સાથે ગંગા પૂજન કરી મંદિરે જળાભિષેક થયો હતો. ત્યાર બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવાયો હતો. તેમણે કહ્યું કે, રથયાત્રાના આયોજન અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી.  જળયાત્રામાં પરંપરા છે તે મુજબ ૧૮ ગજરાજને મંદિરમાં રાખવામાં આવ્યા હતા  અને જે સ્ટેન્ડ તૈયાર કરાયા હતા તેના પર ૧૦૮ કળશ મુકવામાં આવ્યા હતા. રથયાત્રા પહેલા જેઠ મહિનાની પૂનમના દિવસે જળયાત્રા યોજાતી હોય છે. જેમાં ગંગા નદીનું પાણી લાવી તેનાથી ભગવાન પર અભિષેક કરાય છે.  પૂનમના દિવસે ૧૦૮ કળશમાં નદીનું પાણી ભરીને મંદિરમાં લાવવામાં આવે છે.બાદમાં ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો. બપોર બાદ ભગવાન મામાના ઘરે જશે. તસ્વીરમાં આજે આયોજીત જલયાત્રા નજરે પડે છે (તસ્વીર-અહેવાલઃ કેતન ખત્રી-અમદાવાદ)

(1:07 pm IST)