ગુજરાત
News of Thursday, 24th June 2021

એડી.ચીફ સેક્રેટરી હોમ પંકજકુમાર દ્વારા ગુજરાત જેલ વડા ડો.રાવ ટીમની મોહફાટ પ્રસંશા

કોરોનાકાળમાં અદ્ભુત પગલાંઓ તથા ટર્ન ઓવર કપરા સંજોગોમાં જાળવી રાખનાર પગલાંઓની ગૃહ મંત્રાલય દ્વારા નોંધ લેવાઈ : જેલ ભવનની મુલાકાત લેતા એ.સી.એસ.હોમ, જેલ સુધારણા બાબતે વિસ્તૃત ચર્ચા ટુંકમાં નવી યોજના જાહેર થશે

રાજકોટ તા.૨૪: કોરોના મહામારી સમયે    બન્ને સમયે તેની ગંભીરતા પારખતા ગુજરાતનની વિવિધ જેલોમાં રહેલ,અંદાજે ૧૫ હજાર કેદીઓનો જીવ બચવવા માટે પોતાની દૂરંદેશી દ્વારા અભૂતપૂર્વ આયોજન કરી તેને પરિણામ સુધી પહોંચાડયુ તેવા ગુજરાતના જેલ વડા ડો. કે એલ.એન. રાવ તથા ટીમના નેટવર્કની રાજ્યના એડિશનલ ચીફ સેક્રેટરી હોમ પંકજ કુમાર દ્વારા તારીફ કરવામાં આવી હતી.                                     

જેલમાં દાખલ થતાં કેદીઓના કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ જ જેલ પ્રવેશ,કેદીઓ જેલ મુકત થયા બાદ રોજગારી અભાવે ફરી ગુન્હાની દુનિયામાં ડગ ન માંડે તે માટે જેલ મા અનેક પ્રકારના ઉદ્યોગોની તાલીમ આપી રોજગારી, રાજ્યની કલ્યાણકારી યોજનાઓ અંગે કેદીઓ અને પરિવારને લાભ મળે તે પ્રકારે આયોજન,કોરોના કાળમાં ઉધોગ ધંધા બંધ થતાં અર્થ તંત્ર અને રોજગારી પર અસર છતાં જેલ ઉધોગ દ્વારા કરોડોનું ટર્ન ઓવર જાળવવામાં સફળતા આ બધી બાબતોથી પંકજ કુમાર પ્રભાવિત બન્યા હતા.                          

ગુજરાત જેલ ભવન ખાતે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા દ્વારા ધંધા ઉધોગ વધુ ખીલે તે બાબતે પણ ગુજરાતના જેલ વડા સાથે ચર્ચા થયેલ. અત્રે યાદ રહે કે કોરોના મહામારી સંદર્ભે જે નેટવર્ક ગુજરાતમાં ગોઠવાયું તેની રાષ્ટ્રિય લેવલે નોંધ લેવાયેલ.

(1:10 pm IST)