News of Thursday, 23rd June 2022
આગામી 24 અને 25મી જૂને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી
ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે
અમદાવાદ : રાજ્યમાં મેઘરાજાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ તરફથી વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે આગામી 24 અને 25મી જૂને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
રાજ્યમાં મેઘરાજાની સત્તાવાર પધરામણી થઈ ગઈ છે. ત્યારે આગામી 24થી 26 જૂન સુધી સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી 24 અને 25 જૂને અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
(12:14 am IST)