ગુજરાત
News of Thursday, 23rd June 2022

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનના પોલીસકર્મીની કારમાંથી વિદેશી દારૂની 262 બોટલ ઝડપાઇ: ધરપકડ

પોલીસે આઠ લાખના મુદ્દામાલ સાથે જવાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર ફરજ બજાવતા પોલીસ કર્મીની કારમાંથી વિદેશી દારૂની 262 બોટલ ઝડપાઇ છે. પોલીસે આઠ લાખના મુદ્દામાલ સાથે જવાનની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી છે

બનાસકાંઠાના અંબાજી પાસે રેલવે પોલીસ જવાન વિદેશી દારૂની 262 બોટલ સાથે ઝડપાયો છે. આબુરોડથી અંબાજી તરફ આવી રહેલી કારની અંબાજી-છાપરી બોર્ડર પાસે પોલીસ ચેકિંગ કરતી હતી. આ સમયે અમદાવાદના કાલુપર રેલવે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કર્મચારીની કારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. ત્યારે તેની પાસેથી 262 વિદેશી દારૂની બોટલ મળી હતી. અંબાજી પોલીસે દારૂ, કાર સહિત આઠ લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:18 am IST)