આબુ-અંબાજીને જોડતી ચેક પોસ્ટ પર ચેકીંગ દરમ્યાન પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો
અંબાજી: આબુ અને અંબાજીને જોડતી છાપરી ચેક પોસ્ટ ઉપર ચેકિંગ દરમિયાન પોલીસે વિદેશી દારૃ ભરેલી કાર લઈને આવી રહેલા રેલવે પોલીસ જવાનની અટકાયત કરી હતી. દારૃની ૨૬૨ બોટલ સાથે પોલીસે રૃ.ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આબુરોડ (રાજસ્થાન) તરફથી બ્લ્યુ કલરની ગાડી ગુજરાત તરફ આવી રહી હતી .છાપરી પર રૃટીંગ ચેકીંગ વખતે વિદેશી દારૃ ભરેલ હોવાનું જાણવા મળતાં પોલીસને બગાસુ ખાતા પતાસુ આવ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. પૂછપરછમાં કાર ચાલક અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેનુ નામ બાબુસિંહ રામસિંહ યાદવ હોવાનું સામે આવ્યું હતું. કારમાંથી દારૃની ૨૬૨ બોટલ મળી આવી હતી.જેથી પોલીસે દારૃ અને ગાડી સહિત રૃ.૮.૩૦ લાખના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. અંબાજીમાં સ્થાનિક પોલીસતંત્રની ઘોર નિષ્ક્રીયતાના કારણે ઠેર-ઠેર વિદેશી દારૃની હેરાફેરી થઈ રહી છે.