ગુજરાત
News of Thursday, 23rd June 2022

વડોદરા:બાજવા વિસ્તારમાં દારૂ વેંચતા 8 વાર ઝડપાયેલ મહિલા બુટલેગરના ઘરમાંથી 266 બોટલ જપ્ત કરવામાં આવી

વડોદરા: મહિલા બુટલેગરોને સુધારવા માટે પોલીસ દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે ત્યારે બાજવા વિસ્તારમાં લાંબા સમયથી દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગરના મકાનમાંથી વધુ એકવાર દારૂનો જથ્થો મળી આવ્યો છે. વડોદરા પોલીસની શી ટીમ દ્વારા દારૂનો ધંધો કરતી મહિલા બુટલેગરોને રોજગારી આપવા માટે યોજના ચલાવવામાં આવી રહી છે. જેમાં 22 મહિલા બુટલેગરોએ દારૂનો ધંધો છોડી લઘુ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. બાજવા ત્રણ રસ્તા પાસે રહેતી લીલાબેન માવી નામની મહિલા ફરીથી દારૂનો ધંધો કરી રહી હોવાની વિગતો મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડો પાડ્યો હતો. પોલીસ પહોંચી ત્યારે લીલા ઘરમાં હાજર ન હતી. એક સગીર કન્યાની પૂછપરછ બાદ પોલીસે રૂ 21 હજારની કિંમતની દારૂની 266 નંગ બોટલ કરી હતી. અગાઉ આઠ વાર દારૂના જથ્થા સાથે પકડાયેલી લીલાને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

(7:10 pm IST)