ગુજરાત
News of Friday, 24th June 2022

સુરતના ૨ DYSPની સૌરાષ્‍ટ્રમાં ઓચિંતી બદલીથી પોલીસબેડામાં ગુસપુસ

પોલીસ વિભાગ ચર્ચાની ચકડોળે : સુરતના બે DySP પૈકી એકને રાજકોટ અને બીજાને જામનગરનો ચાર્જ આપ્‍યોઃ વધારાના ચાર્જમાં મળેલ જગ્‍યાએ બંને અધિકારીઓ કેમ્‍પ કરેઃ DGP ભાટીયાઃ પોલીસ તંત્રમા કયારેય દક્ષિણમાં નિયુક્‍ત અધિકારીને છેક સૌરાષ્‍ટ્રમાં ચાર્જ નથી અપાયો

અમદાવાદ, તા.૨૪: ગુજરાત પોલીસ તંત્રમાં ફરી ચર્ચાઓ શરૂ થઇ છે. ચર્ચાનું કારણ છે DGP આશિષ ભાટિયાનો એક ઓર્ડર જેમાં તેમણે સુરતના ૨ ઝળ્‍લ્‍ભ્‍ને સૌરાષ્‍ટ્રનો ચાર્જ સોંપ્‍યો છે. મળતી વિગતો મુજબ,  સુરતના બે DySP પૈકી એક DySPને રાજકોટના તો અન્‍ય બીજા DySPને જામનગરનો ચાર્જ સોંપવામાં આવ્‍યો છે. પોતાના ઓર્ડરમાં DGP આશિષ ભાટીયાએ લખ્‍યુ છે કે વિભાગીય પોલીસ અધિકારી જેતપુર વિભાગ રાજકોટ ગ્રામ્‍યની ખાલી પડેલ વધારાનો હવાલો મયુર એમ. રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરને, તેમજ, વિભાગીય પોલીસ અધિકારી જામનગર વિભાગ જીલ્લો જામનગરની ખાલી પડેલ જગ્‍યા પર વધારાનો હવાલો જયવીરસિંહ એન. ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક સુરત શહેરને બીજો હુકમ ન થાય ત્‍યાં સુધી સંભાળવાનો રહેશે. ઉપરોક્‍ત બંને અધિકારીઓએ સોંપવામાં આવેલ વધારાના ચાર્જ વાળી જગ્‍યાએ કેમ્‍પ રાખવાનો રહેશે તેમજ ચાર્જ સંભાળી તે અંગેની જાણકારી ગળહ વિભાગને અને કચેરીને કરવાની રહેશે.

ઉલ્લેખનીય છે કે, બંને પોલીસ ઓફિસર હાલ પ્રોબેશન ઉપરના છે. અને તેમની પ્રથમ પોસ્‍ટિંગ પણ બાકી છે. ત્‍યારે તેમની પ્રથમ પોસ્‍ટીંગ થાય તે પહેલા જ આ પ્રકારનો ઓર્ડર થયો છે જેને લીધે સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાઓએ જોર પકડ્‍યું છે. મહત્‍વનું છે કે, ગુજરાતના પોલીસ તંત્રમા અગાઉ કયારેય દક્ષીણ ગુજરાતમાં નિયુક્‍ત કોઈ પોલીસ ઓફિસરને છેક સૌરાષ્‍ટ્રના ચાર્જ અપાયો નથી. આવા ઓર્ડરથી ન માત્ર પોલીસ પણ અન્‍ય સરકારી અધિકારીઓને તાજ્જુબ થયુ છે.

(10:09 am IST)