ગુજરાત
News of Friday, 23rd July 2021

સમસ્ત ખ્રિસ્તી સમાજે નર્મદા કલેક્ટરને આવેદન આપી ખ્રિસ્તી સમાજના પ્રાર્થનાઘર (દેવળ) તોડવા સામે વિરોધ નોંધાવ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેડિયાપાડા તાલુકાના ઊંડાણના ગામોમાં ખ્રિસ્તી ધર્મના પ્રાર્થનાઘર તોડી પાડવાના બનાવો સામે વિરોધ કરવા જિલ્લાના સમગ્ર ખ્રિસ્તી સમાજ તરફ થી કલેકટર નર્મદાને આવેદનપત્ર આપી આ પ્રકારની પ્રવૃતિઓ બંધ કરાવવા  અને ધાર્મિક સદભાવના જળવાઈ રહે તેવી માંગ કરાઈ હતી.

દેડિયાપાડા તાલુકાના સાગબારા વિસ્તારમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજમાં ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓ છે. ત્યારે જેતે ગામમાં ખ્રિસ્તી સમાજ તરફ થી પ્રાર્થના ઘર બનાવવામાં આવે છે. હાલ સાગબારા તાલુકાના રાણીપુર ગામમાં બની રહેલ પ્રાર્થના ઘર મામલે ખ્રિસ્તી સમાજે આપેલ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ રાણીપુરા ગામનું દેવળ પંચાયત પાસેથી કાયદેસર પરવાનગી મેળવી બનાવેલ હોવા છતાં કેટલાક લોકો દ્વારા આ દેવળ તોડી પાડવાની તજવીજ કરી ધાર્મિક સૌહાર્દ નું વાતાવરણ બગાડી રહ્યા છે. ગયા મહિને સાબૂટી ગામમાં પણ આ રીતે પ્રાર્થના ઘર તોડી નાંખવામાં આવ્યું હતું.

(12:43 am IST)