વડોદરાના ન્યુ.વી.આઈ.પી રોડ નજીક ડિપ્રેશનના કારણોસર 40 વર્ષીય શખ્સે ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું
વડોદરા:પત્નીના અવસાન અને પુત્રીએ કરેલા લવમેરેજના કારણે ડિપ્રેશન કારણે ૪૦ વર્ષના પતિએ ફાંસો ખાઇ લીધો હતો.જે અંગે બાપોદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ન્યુ વી.આઇ.પી.રોડ પર બકોરનગરમાં રહેતો ૪૦ વર્ષનો ઇશ્વર ટીકારામ સોલંકી છૂટક મજૂરી કરે છે.ગઇકાલે બપોરે તે મકાનના નીચેના ભાગે સૂઇ ગયો હતો.અને તેની માતા અને પુત્ર મકાનના ઉપરના માળે સૂઇ ગયા હતા.સાંજે તેનો પુત્ર નીચે આવ્યો ત્યારે નીચે દરવાજો બંધ હતો.તેણે દરવાજો તોડયો તો તેના પિતા લટકતા હતા. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા એ.એસ.આઇ.રમેશભાઇએ તપાસ હાથ ધરી હતી.પોલીસ તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે,ઇશ્વર સોલંકીના પત્નીનું દશ વર્ષ પહેલા અવસાન થયુ હતું.ત્યારબાદ તે માતા અને બે સંતાનો સાથે રહેતો હતો.તેની પુત્રીએ ચાર વર્ષ પહેલા લવમેરેજ કર્યુ હતું. આ બંને ઘટનાઓના કારણે તે ડિપ્રેશનમાં રહેતો હતો.અને તેના કારણે જ તેણે આપઘાત કર્યો હોવાનું જણાઇ રહ્યું છે.