ગુજરાત
News of Thursday, 23rd September 2021

સરકારના માર્ગ મરામત મહાઅભિયાનને જબરો પ્રતિસાદ : માત્ર ૧૨ કલાકમાં ૭ હજારથી વધુ ફરિયાદનો થયો ઢગલો

તમામ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીઓને મોકલી દેવાઈ : કિ.મી પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવાની વિચારણા

ગુજરાતમાં છેલ્લા 15 દિવસમાં અનેક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે શહેરથી માંડીને ગામડાના રસ્તા ખખડધજ હાલતમાં થઈ ગયા છે જેને રીપેર કરવા ગુજરાત સરકાર દ્વારા માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. કેબિનેટ મંત્રી પુર્ણેશ મોદીએ ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી ગઈ કાલે સાંજે આપી હતી. જે સંદેશો લોકો સુધી પહોંચતા બહોળી સંખ્યામાં રોડ રિપેર કરવાની ફરિયાદો મળી રહી છે.

સરકારના માર્ગ મરામત મહાઅભિયાનને મળ્યો ખુબ સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. રોડ પરના ખાડાને લઇને છેલ્લા 12 કલાકમાં 7 હજારથી વધુ ફરિયાદ મળી ચૂકી છે. માર્ગ અને મકાન વિભાગે જાહેર કરેલા વોટ્સએપ નંબર પર સ્ટેટ હાઇવે, પંચાયત હસ્તકના રસ્તાઓને લઇ ફરિયાદ મળી રહી છે. જે આધારે તાલુકા તંત્ર સાથે સંકલન કરી રોડ રિપેર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવશે.તમામ ફરિયાદ જે તે જવાબદાર અધિકારીઓને મોકલી દેવામાં આવી છે. અને જો વધુ પડતી ફરિયાદ આવે તો રોડ કિ.મી પ્રમાણે અધિકારીઓને જવાબદારી સોંપવાની વિચારણા ચાલી રહી છે.

આવતા સપ્તાહથી ગુજરાત સરકારે માર્ગ મરામત મહા અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ગુજરાત ભરમાં 1થી 10 ઓક્ટોબર સુધી માર્ગ મરામત મહાઅભિયાન ચાલશે જેમાં નાના રસ્તાથી માડી હાઇવે પર વરસાદને કારણે પેલા ખાડાઓને થિગડા મારવામાં આવશે એટલે કે મોટા પાયે રિપેરિંગ કરવામાં આવશે. આ માટે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવો નુસખો અપનાવવામાં આવ્યો છે. જેમાં ઓનાલાઈન તમારી આપપાસના ખરાબ રસ્તા જે રીપેર કરવા લાયક હોય તો તેની વિગતો સરકારે આપેલા વોટ્સએપ નંબર પરથી જાણી વિભાગે બહાર પાડેલા ઈમેલ એડ્રેસ પર માગેલી તમામ વિગતો સાચી ફોટા સાથે ભરવાની રહેશે. જેથી આવતા સપ્તાહમાં 1 થી 10 તારીખની વચ્ચે રોડ રીપેર થઈ જાય.

માર્ગની મરામત માટે વોટ્સએપ નંબર  દ્વારા જાણ કરી શકાશે, જે માટે 99784 03669 વોટ્સએપ નંબર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં તમારૂ નામ,મોબાઇલનંબર મોકલવાનો રહેશે
મરામતવાળી જગ્યાનું પુરૂ સરનામું આપો, ગામનું નામ,તાલુકો અને જિલ્લાનું નામ આપો, પીનકોડ સહિતનું સંપૂર્ણ સરનામું મોકલો સાથે જ કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ એ પણ અપીલ કરી છે કે  માત્ર વોટ્સએપ દ્વારા જ વિગત આપો અથવા તા-1થી 10 ઓક્ટોબર 2021 સુધી ગુજરાત સરકાર હસ્તકના માર્ગમાં ખાડા કે મરામત નો શ્ન હોયતો , http://shorturl.at/gkwzR અથવા ઈમેલ ઉપર કરવા માટે min-rnb@gujarat.gov.in પર જઈ તમારે વિગતો ઓનલાઇન ભરવાની રહેશે.

(12:03 am IST)